- Gujarati News
- Dharm darshan
- Dharm
- Lord Ganesha Incarnates In Every Age? Ganesha Festival 2024 Know Mythological Facts About Incarnations Of Lord Ganesha Avtar
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંદુ ધર્મમાં ભાદરવા મહિનાની સુદ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન ગણેશની જન્મતિથિ માનવામાં આવે છે. જે આ વર્ષે 7 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવાશે. ભગવાન ગણેશના જન્મને લઈને વિવિધ કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. અનેક પૌરાણિક ગ્રંથોમાં ભગવાન ગણેશની લીલાઓ વિશે સવિસ્તાર ઘટનાઓ બતાવવામાં આવી છે. ગણેશનો જન્મોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણાને એ પ્રશ્ન થતો હશે કે શું ભગવાન ગણેશ આ યુગમાં પણ જન્મ લશે? જો ભગવાન ગણેશ જન્મ લેશે તો ક્યારે લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે?
આ વિશે કેટલાક પુરાણોમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમાં ગણેશપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને અધર્મ અને અન્યાયનો વિનાશ કરી ફરી ધર્મની સ્થાપના કરશે, એ જ રીતે ભગવાન ગણેશ પણ કળિયુગમાં અવતાર લેશે અને લોકોને સદબુદ્ધિ અને જ્ઞાન પ્રદાન આપશે. અશુભત્વનો નાશ કરી શુભત્વનો સંચાર કરશે અને મનુષ્યને ધર્મનો માર્ગ બતાવશે. આજે અહીં જાણો દરેક યુગમાં ગણેશના વિવિધ અવતારો લેવાના હેતુઓ વિશે અને કળિયુગમાં ભગવાન ગણેશના અવતાર વિશે…
જુદા-જુદા યુગમાં ભગવાન ગણેશના અવતાર
સતયુગમાં ભગવાન ગણેશનો અવતાર એવું માનવામાં આવે છે કે સત્યયુગમાં ભગવાન ગણેશનો જન્મ વિનાયકના રૂપમાં થયો હતો. આ અવતારમાં તેમનું વાહન સિંહ હતું. તેમણે દેવંતક અને નરાંતક નામના રાક્ષસોનો સંહાર કરી ધર્મની સ્થાપના કરી હતી.
ત્રેતાયુગમાં ભગવાન ગણેશનો અવતાર આ યુગમાં ઉમાના ગર્ભમાંથી ભગવાન ગણેશનો જન્મ થયો હતો, જેમાં તેમનું નામ ગણેશ રાખવામાં આવ્યું હતું. આ અવતારમાં તેમનું વાહન મોર હતું, રંગ સફેદ હતો, છ ભૂજાઓ હતી અને ત્રણેય લોકમાં પ્રખ્યાત થયા હતા. ભાદરવા સુદની ચતુર્થીના દિવસે જન્મ લઈને તેમણે સિંધુ નામના રાક્ષસનો નાશ કર્યો. તેમના લગ્ન બ્રહ્મદેવની સિદ્ધિ-રિદ્ધિ પુત્રીઓ સાથે થયા હતા.
દ્વાપરયુગમાં ભગવાન ગણેશનો અવતાર [દ્વાપરયુગમાં ભગવાન ગણેશનો અવતાર ગજાનન નામથી પ્રખ્યાત છે. આ યુગમાં માતા પાર્વતીના ગર્ભમાંથી ગણપતિનો ફરીથી જન્મ થયો હતો. પરંતુ જન્મ પછી, કોઈ કારણસર, માતા પાર્વતીએ તેમને જંગલમાં છોડી દીધા અને પરાશર મુનિ દ્વારા તેમનો ઉછેર થયો. આ અવતારમાં ઋષિ વેદ વ્યાસના કહેવાથી ગણેશજીએ મહાભારત લખી હતી. આ અવતારમાં પણ તેમણે સિંદુરાસુરનો વધ કર્યો હતો.
કળિયુગમાં ભગવાન ગણેશનો અવતાર હવે કળિયુગના અંતમાં પણ ગણેશના અવતારની આગાહી કરવામાં આવી છે. કળિયુગમાં જે રીતે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની વાત કરવામાં આવી છે. એ જ રીતે ભગવાન ગણેશના અવતારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કળિયુગમાં ગણપતિ બાપ્પા ક્યારે અને કયા અવતારમાં આવશે.
જ્યારે પૃથ્વી પર આવા કાર્યો થશે ત્યારે ગણેશ અવતાર લેશે-
જ્યારે બ્રાહ્મણો આ કામ કરવા લાગશે ગણેશપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રાહ્મણોનું મન વેદ ભણવાથી દૂર થઈ જશે અને અન્ય કામો કરવા લાગશે. જ્યારે તેઓ તપ, યજ્ઞ અને શુભ કાર્યો કરવાનું બંધ કરશે. સમયસર વરસાદના અભાવે લોકો નદી કિનારે ખેતી કરવાનું શરૂ કરશે ત્યારે ભગવાન ગણેશ કળિયુગમાંઅવતાર લેશે.
જ્યારે વિદ્વાનો મૂર્ખ બનશે ગણેશપરાણમાં જણાવ્યું છે કે જ્યારે લોકો લાલચવશ એક-બીજાને દગો આપવામાં સંકોચ નહીં કરે, ત્યાં સુધી કે વિદ્વાનો અને ધાર્મિક લોકો લાલચવશ ધન કમાવાના ચક્કરમા મુર્ખ બની જશે તો તેમના હાથમાં કશું નહીં આવે. ઉલ્ટાનું તેમની પાસે જે હશે તે પણ ચાલ્યું જશે. લોકો બીજાની સ્ત્રીઓ પણ ખરાબ નજર નાખશે અને બળવાન લોકો નબળા લોકને સતાવશે તો આ ધરતીથી અન્યાયનો નાશ કરવા માટે ભગવાન ગણેશ નવો અવતાર લેશે.
જ્યારે દેવોની જગ્યાએ દાનવોની પૂજા થશે ગણેશપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં ઘણા લોકો ધર્મનો માર્ગ છોડીને અધર્મના માર્ગે ચાલવા લાગશે અથવા લોકો પોતાના લોભને સંતોષવા માટે ભગવાનને બદલે આસુરી શક્તિઓની પૂજા કરવા લાગશે. જો બ્રાહ્મણો તેમના સારા કાર્યો છોડીને માત્ર લોભથી પેટ ભરવાનું શરૂ કરશે ત્યારે ગણેશજી કળિયુગમાં આ બધા અનિષ્ટોને દૂર કરવા માટે અવતાર લેશે.
જ્યારે સ્ત્રીઓમાં આ દુર્ગુણોનો વિકાસ થશે ગણેશપુરાણ અનુસાર કળિયુગમાં જ્યારે વૈશ્ય સમુદાયના લોકો મહેનત દ્વારા કમાણી કરવાને બદલે ખરાબ વ્યવહાર દ્વારા સંપત્તિ એકત્ર કરવાનું શરૂ કરશે. સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યેની ભક્તિની ફરજ છોડીને અધર્મનો માર્ગ અપનાવશે. જ્યારે લોકો તેમના માતા-પિતા અને શિક્ષકોનું અપમાન કરવા લાગશે, ત્યારે ભગવાન ગણેશને પૃથ્વી પર આવીને આવા દુષણોને દૂર કરવા માટે અવતાર લેવો પડશે.
કલિયુગમાં ભગવાન ગણેશ ક્યારે અને કેવી રીતે અવતરશે? ગણેશપુરાણ અનુસાર, એવું કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશે કળિયુગમાં પોતાના અવતારની ભવિષ્યવાણી કરી છે. તે મુજબ ઘંઘોર કલિયુગના અંતમાં, ભગવાન ગણેશનો અવતાર આવશે, જેનું નામ ધૂમ્રકેતુ અથવા શુપકર્ણ હશે. અહીં ભગવાન કળિયુગમાં ફેલાયેલાં દુષણો અને અન્યાયને દૂર કરવા અવતાર લેશે. આ વિશે કહેવાય છે કે ભગવાનના હાથમાં તલવાર હશે. તેમના ચાર સશસ્ત્ર હશે અને વાદળી ઘોડા પર સવાર થશે, પાપીઓનો નાશ કરશે અને ફરીથી સત્યયુગમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે, આ અવતાર ભગવાન શ્રી ગણેશનો આઠમો અને છેલ્લો અવતાર હશે. આ પહેલાં વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ અને વિઘ્નરાજ. ધૂમ્રકેતુના અવતારમાં તેઓ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે મનુષ્ય અને ધર્મના રક્ષણ માટે અભિમાનસુરનો નાશ કરશે.