23 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલ એક્ટર જયમ રવિએ થોડા દિવસો પહેલા છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે તેની પત્ની આરતીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. આરતીનો દાવો છે કે તેને છૂટાછેડા વિશે કોઈ જાણકારી નહોતી. આ સંપૂર્ણપણે એકપક્ષીય નિર્ણય હતો.

આરતીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું હતું કે અમારા લગ્ન વિશે તાજેતરમાં જાહેર કરાયેલી જાહેરાતથી હું ખૂબ જ આઘાત અને દુઃખમાં છું, જે મારી જાણ કે સંમતિ વિના કરવામાં આવી હતી. 18-વર્ષના સંબંધ પછી, હું માનું છું કે આટલી મહત્ત્વપૂર્ણ બાબતને તે યોગ્યતા, આદર અને ગોપનીયતા સાથે સંભાળવી જોઈએ. જેની તે હકદાર છે.

આરતીએ કહ્યું- ઘણા સમયથી, હું મારા પતિ સાથે વાત કરવાની તક શોધી રહી હતી, આશા હતી કે અમે એકબીજાને અને અમારા પરિવારને આપેલા વચનોનું સન્માન કરીને એકવાર વાત કરી શકીએ. દુર્ભાગ્યે, મને તે તક આપવામાં આવી ન હતી. જેના કારણે હું અને મારા બાળકો બંને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. અમારા લગ્નનો અંત લાવવાનો નિર્ણય સંપૂર્ણપણે એકપક્ષીય છે.
આરતીએ વધુમાં કહ્યું કે આના કારણે તેને પીડા થઈ હોવા છતાં, તેને ગરિમા જાળવી રાખી અને કોઈપણ પ્રકારની નિવેદનબાજીથી દૂર રહી. એક માતા તરીકે, તેની પ્રથમ પ્રાથમિકતા તેના બાળકોની સુખાકારી છે અને હંમેશા રહેશે.

કોણ છે જયમ રવિ? રવિ મોહન જેને તેના સ્ટેજ નામ જયમ રવિથી પણ ઓળખવામાં આવે છે. તે ફિલ્મ એડિટર એ મોહનનો પુત્ર પણ છે. તમિલ ફિલ્મ ઉદ્યોગનો જાણીતો અભિનેતા પણ છે, તેને તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર, ત્રણ સિમા(એસ આઈઆઈએમએ) પુરસ્કારો અને એક ફિલ્મફેર સાઉથ એવોર્ડ મળ્યો છે. અભિનેતાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘જયમ’થી કરી હતી. આ પછી તેણે પોતાનું નામ બદલીને જયમ રાખ્યું. જયમ રવિના મોટા ભાઈ મોહન રાજા ફિલ્મ નિર્દેશક છે, જેમની મોટાભાગની ફિલ્મોમાં રવિ મુખ્ય ભૂમિકા ભજવે છે.