43 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પાપારાઝી કલ્ચર પર નિશાન સાધ્યું છે. આ પોસ્ટ દ્વારા, અભિનેતાએ મલાઈકા અરોરાના પિતાના મૃત્યુ પર તેમના નિવાસસ્થાને મુલાકાત લેનારા ફોટોગ્રાફર્સના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી.
કહ્યું- તમારા કામથી કોઈને પરેશાની થઈ શકે છે વરુણે લખ્યું, ‘આ સૌથી અસંવેદનશીલ બાબત છે કે તમે શોક મનાવનારા લોકોના ચહેરા સામે કેમેરા માંડી રહ્યા છો. જરા વિચારો કે તમે લોકો શું કરી રહ્યા છો? અને જ્યારે તમે તે કરી રહ્યા હો ત્યારે કોઈ વ્યક્તિને કેવું લાગતું હશે.
હું સમજું છું કે આ તમારું કામ છે પરંતુ ક્યારેક તે અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે… માનવતા દાખવો.
વરુણે આ પોસ્ટ ઈન્સ્ટા પર શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
મલાઈકા પુણેમાં હતી, માહિતી મળતાં જ તે મુંબઈ પહોંચી ગઈ હતી. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા (62)નું બુધવારે સવારે નિધન થયું હતું. સવારે 9 વાગ્યે બાંદ્રામાં તેમના એપાર્ટમેન્ટ આયેશા મેનૌર નીચે તેમનો મૃતદેહ પડ્યો હતો.
પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે મલાઈકા પુણેમાં હતી. માહિતી મળતાં જ તે મુંબઈ પહોંચી ગઈ હતી.
એક્ટ્રેસ પહેલા ઘણા સેલેબ્સ તેના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ઘણા પાપારાઝી પણ ત્યાં પહોંચ્યા અને ફોટા પડાવવા માટે ભીડ એકઠી થઈ ગઈ.
મલાઈકા બુધવારે બપોરે 1.30 વાગ્યે પુણેથી મુંબઈ પહોંચી હતી.