23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય મૂળના કમલા હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બુધવારે અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચર્ચાને 6 કરોડ 70 લાખથી વધુ લોકોએ ટીવી પર લાઈવ નિહાળી. માર્કેટિંગ રિસર્ચ કંપની નીલ્સનના ડેટા અનુસાર આ બાઇડન અને ટ્રમ્પ વચ્ચેની છેલ્લી ચર્ચા કરતાં 31% વધુ છે.
નિલ્સનના ડેટામાં એવા લોકોનો સમાવેશ થતો નથી કે જેમણે સોશિયલ મીડિયા અથવા વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ચર્ચા જોઈ હતી. જૂનમાં બાઇડન-ટ્રમ્પ વચ્ચેની આ ચૂંટણીની પ્રથમ ચર્ચાની તુલનામાં 18-54 વર્ષની વયના 50% વધુ લોકો આ ચર્ચામાં જોડાયા હતા.
સૌથી વધુ 4 કરોડ લોકો જેમણે ડિબેટ જોઈ હતી, તેમની ઉંમર 55 વર્ષથી વધુ હતી. સૌથી વધુ 1 કરોડ 90 લાખ લોકોએ તેને એબીસી ન્યૂઝ પર લાઈવ નિહાળી, જેમણે ચર્ચાનું આયોજન કર્યું હતું. ફોક્સ ન્યૂઝ બીજા સ્થાને હતું, જેના પર 90 લાખથી વધુ લોકોએ ડિબેટ જોઈ હતી.
ટીવી ઉપરાંત સોશિયલ મીડિયા અને ઘણા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લાખો લોકોએ આ ચર્ચા જોઈ.
8.4 કરોડ લોકોએ હિલેરી-ટ્રમ્પની ચર્ચા જોઈ સીએનએન પર બુધવારે સૌથી ઓછી વ્યુઅરશિપ રેકોર્ડ કરવામાં આવી હતી, જેમણે બાઇડન અને ટ્રમ્પ વચ્ચેની ચર્ચાનું આયોજન કર્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કમલા-ટ્રમ્પ ડિબેટના ડેટા સામે આવ્યા બાદ તેની સરખામણી 2016માં હિલેરી ક્લિન્ટન અને ટ્રમ્પ વચ્ચેની બીજી ડિબેટ સાથે કરવામાં આવી રહી છે.
84 મિલિયન વ્યુઅરશિપ સાથે આ અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ છે. સીએનએન અનુસાર ટેલિવિઝન ઉદ્યોગના અધિકારીઓને આશા હતી કે આ ચર્ચા જૂનમાં યોજાયેલી પ્રથમ ચર્ચા કરતાં વધુ જોવામાં આવશે. કારણ કે પ્રથમ ચર્ચા નિર્ધારિત સમય કરતાં લગભગ ત્રણ મહિના પહેલાં થઈ હતી.
હકીકતમાં સામાન્ય રીતે અમેરિકામાં પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચા સપ્ટેમ્બર મહિનામાં થાય છે. પરંતુ આ વખતે તે જૂનમાં આયોજિત કરવામાં આવી હતી. જૂનમાં, મોટાભાગના અમેરિકનો ઉનાળાની રજાઓ પર જાય છે. આવી સ્થિતિમાં તેમનું ધ્યાન ચર્ચા તરફ ઓછું હતું. જ્યારે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં અમેરિકન નાગરિકો ટીવીનો વધુ ઉપયોગ કરે છે.
અમેરિકન મતદારો કમલા હેરિસ વિશે જાણવા માગે છે બાઇડન પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા બાદ અમેરિકાની જનતાની ચૂંટણીમાં રસ વધી ગયો છે. કમલા હેરિસ વિશે વધુ માહિતી એકત્ર કરવામાં મતદારો રસ દાખવી રહ્યા છે. બુધવારે યોજાયેલી ડિબેટમાં ભારતીય મૂળની કમલાએ ટ્રમ્પને હરાવ્યા હતા. સીએનએનના સર્વે અનુસાર, 63% લોકો માનતા હતા કે કમલાએ ટ્રમ્પ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે 37% લોકોએ ટ્રમ્પને વધુ સારા ગણ્યા.
વર્ષ 1960માં અમેરિકામાં પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચા યોજાઈ હતી. રિચાર્ડ નિક્સન અને જ્હોન એફ. કેનેડી વચ્ચેની આ ચર્ચા એટલી લોકપ્રિય હતી કે અમેરિકામાં દર ત્રીજા વ્યક્તિએ તેને જોયો હતો. 2020માં ટ્રમ્પ અને બાઇડન વચ્ચેની પ્રથમ ચર્ચા લગભગ 7 કરોડ 30 લાખ લોકોએ જોઈ હતી.
આ સમાચાર પણ વાંચો…
ભારતીય મૂળની કમલાનું ‘શબ્દ યુદ્ધ’ ટ્રમ્પને ભારે પડ્યું:5 સર્વેમાં તે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ; ટ્રમ્પના પર્સનલ અટેક પર હસતા મોઢે જવાબ આપતી રહી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળની કમલા હેરિસ વચ્ચે બુધવારે (11 સપ્ટેમ્બર) પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ. બંનેએ 90 મિનિટ સુધી દલીલો કરી. ચર્ચા શરૂ થાય તે પહેલા કમલા ટ્રમ્પના પોડિયમ પર પહોંચી અને તેમની સાથે હાથ મિલાવ્યો. ડિબેટમાં કમલાએ 37 મિનિટ 36 સેકન્ડ જ્યારે ટ્રમ્પે 42 મિનિટ 52 સેકન્ડ સુધી દલીલો કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…