મુંબઈ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 13 સપ્ટેમ્બરે સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 82,830ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 25,350ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધી રહ્યા છે અને 20 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 17 વધી રહ્યા છે અને 33 ઘટી રહ્યા છે. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં FMCG અને IT શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે.
એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર
- એશિયાઈ બજારમાં જાપાનનો નિક્કેઈ 0.89% અને કોરિયાનો કોસ્પી 0.24% ઘટ્યો છે. હોંગકોંગના હેંગસેંગ 1.12% ચઢ્યો અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.13% ઘટ્યો છે.
- 12 સપ્ટેમ્બરના રોજ અમેરિકી બજારના ડાઓ જોન્સ 0.58% ચઢીને 41,096ના સ્તર પર બંધ થયો. નેસ્ડેક 1.00%, S&P500 0.75% ની તેજી સાથે 5,595 પર બંધ થયો.
- NSEના ડેટા પ્રમાણે, વિદેશી રોકાણકારો (FIIs) એ 12 સપ્ટેમ્બરના રોજ ₹7,695.00 કરોડના શેર ખરીદ્યા. આ દરમિયાન ઘરેલૂ રોકાણકારો (DIIs) એ ₹1,800.54 કરોડના શેર વેચ્યા
વેસ્ટર્ન કેરિયર્સનો IPO ખુલ્યો
લાઇટ લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજે ખુલી છે. રોકાણકારો 18 સપ્ટેમ્બર સુધી શેર માટે બિડ કરી શકે છે. કંપનીના શેર 23 સપ્ટેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈ કાલે બજારે ઓલ ટાઈમ હાઈ બનાવી
આ પહેલા ગઈકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે સેન્સેક્સે 83,116ની નવી ઓલ-ટાઇમ હાઈ અને નિફ્ટીએ 25,433ની સપાટી બનાવી હતી. જો કે, પાછળથી આ બંને ઇન્ડેક્સ સહેજ નીચે આવ્યા અને સેન્સેક્સ 1,439 પોઈન્ટ (1.77%) વધીને 82,962 પર અને નિફ્ટી 470 (1.89%) પોઈન્ટ વધીને 25,388 પર બંધ થયો.