35 મિનિટ પેહલા
- કૉપી લિંક
5મી સપ્ટેમ્બરે સુનાવણીમાં શું થયું?
જામીન પર સિંઘવીની 2 મહત્ત્વની દલીલો
1. CBI કહે છે કે કેજરીવાલ સહકાર નથી આપી રહ્યા. કોર્ટના આદેશમાં જ કહેવામાં આવ્યું છે કે, એવી આશા રાખી શકાય નહીં કે આરોપી પોતાને દોષિત જાહેર કરશે.
2. કેજરીવાલ બંધારણીય પદ પર છે, તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી, પુરાવા સાથે છેડછાડ કરી શકાતી નથી, કારણ કે લાખો દસ્તાવેજો અને 5 ચાર્જશીટ હાજર છે. સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ કોઈ ભય નથી. જામીનની 3 આવશ્યક શરતો અમારી તરફેણમાં છે.
જામીન સામે CBIની 2 દલીલો
1. મનીષ સિસોદિયા, કે. કવિતા પહેલાં જામીન માટે ટ્રાયલ કોર્ટમાં ગયાં હતાં. કેજરીવાલ સાપ અને સીડીની રમત જેવા શોર્ટકટ અપનાવી રહ્યા છે. કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ.
2. કેજરીવાલને લાગે છે કે તેઓ એક અસાધારણ વ્યક્તિ છે, જેમના માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો આ નિર્ણય હાઈકોર્ટને નિરાશ કરશે.