પુણા મગોબ વિસ્તારમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે પાસે રૂ.10 લાખની લાંચની માંગણીના ગુનામાં ફરાર સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાટીના કોપીરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા ધરપકડ બાદ એન્ટીકરપ્શન તેમને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા
.
FSL પરીક્ષણ બાદ વિપુલ સુહાગીયાની ધરપકડ કરી હતી સુરતના પુણા મગોબ વિસ્તારમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું છે તેમ કહી કોન્ટ્રાકટ રદ કરવાની ધમકી આપી રૂ.11 લાખ માંગી રકઝક બાદ રૂ.10 લાખ લેવા તૈયાર થયેલા સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં-16 અને 17ના આમ આદમી પાટીના બે કોપીરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભા સુહાગીયા વિરૂધ્ધ સુરત એસીબીએ ગત બીજીના રોજ વાતચીતના રેકોર્ડીંગની સીડીનું FSLમાં પરીક્ષણ બાદ રૂ.10 લાખની લાંચની માંગણીનો ગુનો નોંધી વોર્ડ નં.17ના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી હતી.
પાછળથી ફરાર કોર્પોરેટર પણ હાજર થયો હતો જયારે અન્ય કોપોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા ફરાર થઈ ગયા હતા. દરમિયાન, આજરોજ વોર્ડ નં.16 ના ફરાર કોપીરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાાંછાભાઈ કાછડીયા આજરોજ સુરત ગ્રામ્ય એસીબી સમક્ષ હાજર થતા. એસીબીએ તેમની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.કોન્ટ્રાકટર સાથે વાતચીતમાં નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે એવો શબ્દ જીતુ કાછડીયાએ જ વાપર્યો હતો. વધુ તપાસ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝન હેઠળ થઈ રહી છે.
જામીન અરજી પર 18મી સપ્ટેમ્બરે સુનાવણી આજે કોર્ટમાં આરોપી જીતુને રજૂ કરીને એસીબીએ 5 દિવસના રિમાન્ડ સમક્ષ માંગ્યા હતા જેમાં ઓરીજનલ માફી પત્રક રિકવરી, સાથે જણાવ્યું હતું કે ઇન્વેસ્ટિગેશન માટે સમય ઓછો મળ્યો છે અને આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવક રીતે કર્યું છે કે નહીં તે અંગેની તપાસ કરવી છે. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તરફથી પોતે આપના નેતા અને વકીલ ગોપાલ ઇટાલીયા અને વિલાસ પાટીલે દલીલ કરી હતી અને સરકારી વકીલ તરીકે નયન સુખડવાલા હાજર હતા. બંને પક્ષોની દલીલ બાદ કોર્ટે આરોપી જીતુના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે બીજી બાજુ અન્ય આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ની જામીન અરજી પર પણ આજે સુનવણી હાથ ધરાઈ હતી. જામીન પર સંભવિત નિર્ણય 18મી સપ્ટેમ્બરના રોજ લઈ શકે છે.