3 કલાક પેહલા
- કૉપી લિંક
વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુમ્બાડ’ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 6 વર્ષ બાદ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ હતી. તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, ફિલ્મના મુખ્ય અભિનેતા અને નિર્માતા સોહમ શાહે ‘તુમ્બાડ’ના નિર્માણ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘તુમ્બાડ’માં દાદીનું વજન 500 કિલો હતું. પરંતુ છેલ્લી ક્ષણે દેખાવ બદલાઈ ગયો હતો.
લલનટોપ સાથે વાત કરતા એક્ટર સોહમ શાહે કહ્યું કે આ ફિલ્મને બનાવવામાં 6 વર્ષ લાગ્યા છે. ઘણી મહેનત કરવી પડી અને આઇડિયા વારંવાર બદલાતા રહ્યા. સોહમે કહ્યું કે આ ફિલ્મને હોરર નહીં પરંતુ ‘દાદીની વાર્તા’ કહેવી વધુ સારું રહેશે.
ફિલ્મમાં દાદીના પાત્ર વિશે વાત કરતાં સોહમે કહ્યું કે ‘પહેલાં દાદી 500 કિલોનાં હતાં. દાદી સાથે શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે જે લોકો પ્રોસ્થેટિક બનાવતા હતા તેઓ પોતે જ કરીને દેખાડી રહ્યા હતા, અને બીજું કોઈ તે કરી શકતું ન હતું. આ પછી દાદીની ડિઝાઈનિંગ બદલી નાખવામાં આવી. તેણે કહ્યું કે આ ફિલ્મમાં જેણે મારા પુત્રનો રોલ કર્યો હતો, તે જ પછી દાદી બની ગયો.
ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની જરૂર કેમ પડી? આ અંગે સોહમે કહ્યું કે ‘મને લાગે છે કે ફિલ્મ સાથે અન્યાય થયો છે. આ ફિલ્મ એવી છે કે લોકોએ તેને જોવી જોઈએ. સૌથી મોટી વાત એ છે કે અમારો અધિકાર લોકોને નથી મળ્યો તેથી અમે અમારો અધિકાર પાછો લઈ રહ્યા છીએ.
2018માં જ્યારે ફિલ્મ ‘તુમ્બાડ’ રીલિઝ થઈ હતી, ત્યારે તે સિનેમાઘરોમાં કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. પરંતુ OTT પર આવ્યા પછી, આ ફિલ્મ લોકોએ ઘણી જોઈ અને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. જોકે, નિર્માતાઓનું કહેવું છે કે ‘તુમ્બાડ’એ તેની રી-રીલીઝના પહેલા દિવસે 1.65 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.