28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડમાં હાલ વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી છે. ચમોલી બાદ ચેતાલકોટમાં ભૂસ્ખલન થયું છે. અહીંયા ભૂસ્ખલનના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં બંધ રસ્તા પાસે લોકો દેખાઈ રહ્યા છે ત્યારે જ તેમની આંખો સામે પર્વત પાણીની જેમ વહી જાય છે. આ દૃશ્યો જોઈ ત્યાં હાજર લોકોની ચીસો પણ વીડિયોમાં સાંભળી શકાય છે. ઉત્તરાખંડમાં છેલ્લા થોડા દિવસોમાં ભૂસ્ખલનના કારણે ઘણા રસ્તાઓ અને હાઈવે બંધ કરવા પડ્યા છે. રસ્તાઓ પર કાટમાળ અને પથ્થરો હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ પણ બંધ થયો છે. અહીંયા દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા છે, જેમાં અમુક ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ છે. એક બીજા વીડિયોમાં હાઈવે પર વાહનોની લાંબી લાઈન દેખાઈ રહી છે. અને આ લાઈન વચ્ચે ગુજરાતીઓ ગરબા ગાતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો જોવા તમે પણ ઉપરના ફોટો પર ક્લિક કરો.