- Gujarati News
- Sports
- Cricket
- ‘Our Players Play Less And Talk More’, Former Pakistani Cricketer Younus Khan Said – Babar Should Learn From Kohli
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર યુનુસ ખાને બાબર આઝમને વિરાટ કોહલી પાસેથી શીખવાની સલાહ આપી છે. 46 વર્ષના યુનુસે કહ્યું- બાબર, કેપ્ટનશિપ પાછળ દોડવાને બદલે તમારી રમત પર ધ્યાન આપો. તેણે વિરાટ કોહલી પાસેથી શીખવાની જરૂર છે.
યુનુસે વધુમાં કહ્યું- ‘જો બાબર અને અન્ય ટોપ ઓર્ડર બેટ્સમેન સારૂ પ્રદર્શન કરવાનું શરૂ કરશે તો ટીમ વધુ સારું પરિણામ આપી શકશે. અમારા ખેલાડીઓ ઓછા રમે છે અને વધુ બોલે છે.’ બાબર આઝમનું ફોર્મ ખરાબ છે. છેલ્લી 16 ઇનિંગ્સમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. યુનુસના કહેવા પ્રમાણે, બાબર આઝમને 2019માં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે સમયે તે ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન હતો. તેણે ફરીથી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
કેપ્ટનશીપ નાની વસ્તુ, પ્રદર્શન મહત્વનું- યુનુસ
યુનુસ ખાને કહ્યું, બાબરે નાની ઉંમરમાં ઘણું હાંસલ કર્યું છે, પરંતુ તેને એ જાણવાની જરૂર છે કે તે આગળ શું કરવા માગે છે. કેપ્ટનશીપ નાની વસ્તુ છે, પ્રદર્શન મહત્વનું છે. વિરાટ કોહલીને જુઓ, તેણે પોતાની શરતો પર કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો અને હવે તે વિશ્વભરમાં રેકોર્ડ તોડી રહ્યો છે. આ દર્શાવે છે કે પહેલો વિચાર દેશ માટે રમવાનો હોવો જોઈએ. જો તમારી પાસે કોઈ ઊર્જા બાકી હોય, તો તમારા માટે રમો.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે બાબરને વિરાટ પાસેથી શીખવાનું કહ્યું છે.
“ક્રિકેટ પર ધ્યાન આપો”
બાબર આઝમ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ ઉપરાંત ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી અને અમેરિકા જેવી નાની ટીમ સામે હાર થઈ હતી. તાજેતરમાં, બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન પણ બાબર આઝમ તેના બેટમાંથી રન બનાવી શક્યો ન હતો. તેણે ચાર ઇનિંગ્સમાં 64 રન બનાવ્યા હતા.
યુનુસ ખાને પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘જો બાબર અને અન્ય ખેલાડીઓ મેદાન પર સારો દેખાવ કરશે તો પરિણામ બધાને દેખાશે. મેં જોયું છે કે અમારા ખેલાડીઓ પ્રદર્શન કરતાં વધુ બોલે છે.
બાબર આઝમે છેલ્લી 16 ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી.