ન્યૂ યોર્ક6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર અને મંદિરની બહારના રસ્તા પર મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોન્સ્યુલેટે કહ્યું છે કે અમે અમેરિકન લો એન્ફોર્સમેન્ટ સામે આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પીએમ મોદી 22 સપ્ટેમ્બરે મેલવિલ નજીક નસાઉ આવશે. મેલવિલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં છે. તે 16,000-સીટ નસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી આશરે 28 કિલોમીટર દૂર છે. આ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધન કરવાના છે.
PM મોદી 22 સપ્ટેમ્બરે નસાઉ કાઉન્ટીમાં બનેલા નસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિજીયમ ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરશે.
ભારતીય કોન્સ્યુલેટે X પર ટ્વિટ કરી લખ્યું છે કે, “ન્યૂયોર્કના મેલવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાને સાંખી નહીં લેવાય.”
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનની માંગ – હોમલેન્ડ સિક્યોરિટીએ આ મામલાની તપાસ કરવી જોઈએ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું હતું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ હુમલાની તપાસ કરવી જોઈએ, કારણ કે હાલમાં જ હિન્દુ સંસ્થાઓને ધમકીઓ મળી છે અને આ સપ્તાહના અંતમાં નજીકના નસાઉ કાઉન્ટીમાં ભારતીય સમુદાય દ્વારા એક મોટો કાર્યક્રમ યોજાનાર છે.
ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ X પર જણાવ્યું હતું કે એ સંજવું મુશ્કેલ છે કે વ્યક્તિ એટલી કાયર કેવી રીતે હોઈ શકે? કે ચૂંટાયેલા નેતા સામે ધિક્કાર વ્યક્ત કરવા માટે હિન્દુ મંદિર પર હુમલો કરવા જેવું કામ કરે. જે રીતે હિન્દુ અને ભારતીય સંસ્થાઓને હાલમાં જ ધમકીઓ આપવામાં આવેલ બાદ આ હુમલાને એ જ સંદર્ભમાં જોવો જોઈએ
આ વર્ષે જાન્યુઆરીમાં કેલિફોર્નિયામાં એક મંદિર પર હુમલો થયો હતો અમેરિકાના કેલિફોર્નિયામાં એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો. કેલિફોર્નિયાના હેવર્ડના વિજય શેરાવલી મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી સુત્રો લખ્યા હતા. ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો પણ લખ્યા હતા. ખાલિસ્તાન ઝિંદાબાદ જેવા નારા પણ લખેલા જોવા મળ્યા હતા.
આ તસવીર કેલિફોર્નિયાના હેવર્ડના વિજય શેરાવાલી મંદિરની છે, જેના પર ભારત વિરોધી સુત્રો લખવામાં આવ્યા હતા.
આ પહેલા 23 ડિસેમ્બર 2023ના રોજ નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- મેં આ સમાચાર જોયા છે. અમે આ અંગે ચિંતિત છીએ. ભારત બહારના ઉગ્રવાદીઓ અને અલગતાવાદી તાકાતોને સ્થાન ન મળવું જોઈએ. અમે યુએસ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. અમને આશા છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
22 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે લોંગ આઈલેન્ડ પર સફોક કાઉન્ટીમાં નસાઉ વેટરન મેમોરિયલ કોલિજીયમથી લગભગ 28 કિલોમીટર દૂર મેલવિલે શહેર આવેલું છે. આ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે.
આ તસવીર કેલિફોર્નિયાના નેવાર્કમાં આવેલા એક હિન્દુ મંદિરની છે. તેના પર ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા.
આ સમાચાર પણ વાંચો…
22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં PM મોદીનો કાર્યક્રમ: 24000 લોકો આવશે, સ્ટેડિયમની ક્ષમતા કરતા ડબલ બુકિંગ; 26 સપ્ટેમ્બરના રોજ યુએનમાં ભાષણ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં ‘મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ કાર્યક્રમને સંબોધન કરશે. તેમના અમેરિકા પ્રવાસને લઈને ભારતીયોમાં ઉત્સાહ છે. પીએમ મોદીને સાંભળવા માટે અત્યાર સુધીમાં 24 હજાર ભારતીયોએ નોંધણી કરાવી છે, જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 15 હજાર છે.