સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ
બાંગ્લાદેશ (BAN): નઝમુલ હસન શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમુદ અને નાહીદ રાણા
લાઈવ અપડેટ્સ
20 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંતે દોઢ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કર્યું
રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો. આ પછી તે ઝડપથી સ્વસ્થ થયો અને ક્રિકેટમાં પરત ફર્યો. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. પ્રથમ મેચમાં તેને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
હું પણ પહેલા બોલિંગ લેત, પરિસ્થિતિ પડકારજનક છે- ભારતીય કેપ્ટન રોહિત શર્મા
મેં તે પણ પહેલી બોલિંગ લીધી હોત. પિચ થોડી નરમ છે. અહીં પડકારજનક પરિસ્થિતિઓ હશે. અમે સારી તૈયારી કરી છે, તેથી અમે અમારી ક્ષમતાને સમર્થન આપીશું અને જે રીતે જાણીએ છીએ તે રીતે રમીશું. 10 ટેસ્ટ મેચ પર નજર કરીએ તો દરેક મેચ મહત્વપૂર્ણ છે. પરંતુ અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. અમે અહીં એક અઠવાડિયા પહેલા આવ્યા હતા, અમે આના માટે સારી તૈયારી કરી હતી. અમે આત્મવિશ્વાસ અનુભવીએ છીએ. ત્રણ સીમર અને બે સ્પિનર - બુમરાહ, આકાશ દીપ, સિરાજ, અશ્વિન અને જાડેજા.
23 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમે પિચનો ઉપયોગ કરવા માંગીએ છીએ- બાંગ્લાદેશનો કેપ્ટન શાંતો
મને પહેલા બોલિંગ કરવાનું ગમશે. અહીં ભેજ છે અને અમે તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ. પિચ સખત લાગે છે. પ્રથમ સત્ર સીમર્સ માટે ઘણું સારું રહેશે. આ એક નવી શ્રેણી છે. તે અનુભવ અને યુવાનીનું સારું મિશ્રણ છે. અમે ત્રણ સીમર સાથે જઈએ છીએ
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતે બાંગ્લાદેશ સામે 11 ટેસ્ટ જીતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે 11 મેચ જીતી હતી અને 2 મેચ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે છેલ્લી ટેસ્ટ 2022માં રમાઈ હતી, જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી. ભારતે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી.
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
યશસ્વી ટોપ સ્કોરર, બુમરાહે બોલિંગમાં 27 વિકેટ લીધી
આ વર્ષે ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ ટોપ સ્કોરર છે. તેણે 6 મેચમાં 740 રન બનાવ્યા છે. બોલિંગમાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ નંબર વન પર છે. તેણે 5 મેચ રમી અને 27 વિકેટ લીધી. સ્ટાર બેટર વિરાટ કોહલી આ વર્ષે માત્ર બીજી ટેસ્ટ રમશે. તેણે તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં રમી હતી. પારિવારિક કારણોસર તે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ રમી શક્યો ન હતો.
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ વર્ષે ટેસ્ટમાં મેહદી હસન મિરાજનું ઓલરાઉન્ડ પ્રદર્શન
બાંગ્લાદેશની ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં છે. ટીમે ગયા મહિને પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી. દરમિયાન, ટીમનો ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજ વર્ષ 2024માં ટીમનો ટોપ સ્કોરર અને વિકેટ લેનાર બંને છે. તેણે 2024માં 4 મેચમાં 287 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી. ટીમ આ સિરીઝમાં પણ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
પિચ રિપોર્ટ અને રેકોર્ડ્સ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ લાલ માટીની પિચ પર રમાશે. જોકે ચેન્નઈમાં સ્પિનરોનું વર્ચસ્વ છે. સ્પિનરોને અહીં ઘણો ટર્ન મળે છે. જો કે, લાલ માટીની પિચ ઝડપી બોલરો માટે પણ મદદરૂપ છે, કારણ કે અહીં નવો બોલ ઘણો સ્વિંગ આપે છે અને બાઉન્સ પણ ઉત્તમ છે. અહીં અત્યાર સુધીમાં કુલ 34 ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે 15 અને મુલાકાતી ટીમ 7 જીતી હતી. જ્યારે 11 મેચ પણ ડ્રો રહી હતી.
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવામાન સ્થિતિ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ પણ વરસાદને કારણે ધોવાઈ શકે છે. Accuweather અનુસાર, પહેલા દિવસે એટલે કે ગુરુવારે ચેન્નઈમાં 46 ટકા વરસાદની સંભાવના છે. અહીં તાપમાન 27 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.