વડોદરા કોર્પોરેશનમાં આજે મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલરો પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી રહ્યા હતા. તે દરમિયાન એક એસીમાં સ્પાર્ક થતાં જ ધુમાડા નીકળવા લાગ્યો હતો. જેથી કાઉન્સિલરોમાં ગભરાટ ફેલાયો હતો અને તુરત જ સભા અધ્યક્ષ ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કમિશનર દિ
.
ફાયર બ્રિગેડના જવાનો તૂરત જ સભાગૃહમાં પહોંચ્યા હતા એસીમાં નીકળેલા ધુમાડાના કારણે મોટી દુર્ઘટના બને તે પૂર્વે પોતાના પ્રશ્નોની રજૂઆત માટે આવેલા ફાયર બ્રિગેડના જવાનો તૂરત જ સભાગૃહમાં પહોંચી ગયા હતા. અને ફાયર સેફ્ટીની સુવિધાથી સજ્જ કોર્પોરેશનના સીસ ફાયરનો ઉપયોગ કરીને એસીમાંથી નીકળતા ધુમાડા બંધ કરી દીધા હતા. એસીમાંથી ધુમાડા નીકળવાનું બંધ થતાં કાઉન્સિલરોએ રાહત અનુભવી હતી.
એસીમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું સામાન્ય સભાના અધ્યક્ષ અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, સભા ચાલતી હતી તે દરમિયાન એક એસીમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ધુમાડા નીકળતાની સાથે અમો તમામ સભાગૃહની બહાર નીકળી ગયા હતા. મોટી દુર્ઘટના નથી. પરંતુ આવનાર સમયમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે.
કાઉન્સિલરો પોતાની રજૂઆતો કરી રહ્યા હતા આ ઘટના અંગે કાઉન્સિલર હેમિષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, સભાગૃહમાં કાઉન્સિલરો પોતાની રજૂઆતો કરી રહ્યા હતા. તે દરમિયાન એક એસીમાંથી ધુમાડા નીકળ્યા હતા. સ્પાર્ક થવા સાથે ધુમાડા નીકળતા તમામ સભાસદો બહાર નીકળી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગામી સમયમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સભા ગૃહના તમામ એસસી અને વાયરીંગ બદલવા તેમજ જરૂર જણાય તો એસી પણ બદલવાની રજૂઆત સભા અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે.
કાઉન્સિલરો સભાગૃહની બહાર નીકળી ગયા હતા કાઉન્સિલર જાગૃતીબેન કાકાએ જણાવ્યું હતું કે, સભાગૃહમાં કાઉન્સિલરો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા હતા. દરમિયાન એસીમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ધુમાડા નીકળવાની શરૂઆત સાથે તમામ કાઉન્સિલરો સભાગૃહની બહાર નીકળી ગયા હતા. આજની સભા તુરતજ મુલતવી કરી દેવામાં આવી હતી. આ બાબતે હું મ્યુનિસિપલ કમિશનરને મળનાર છું અને આવનાર સમયમાં સભાગૃહમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરવાની છું.