શહેરના પૂર્વ વિસ્તારમાં 14 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા બનાવવામાં આવેલા 11,000 EWS આવાસ યોજનાના મકાનોમાંથી 1408 મકાનો ફાળવવામાં આવ્યા નહોતા. જે વર્ષોથી જર્જરિત હાલતમાં અને અસામાજિક તત્વો દ્વારા તે બિલ્ડિંગમાં સળિયા કાપી નાખવામાં આવતા સ્ટ્ર
.
14 વર્ષ પહેલાં બનાવેલા મકાનો તોડવામાં આવી રહ્યા છે કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વટવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 વર્ષ પહેલાં જે મકાનો બનાવવામાં આવ્યા હતા તેમાં કેટલાક મકાનોમાં ફાળવણી કરવામાં આવી નહોતી. જે મકાનો ખાલી હતા અને વર્ષોથી જર્જરીત હાલતમાં થયા હતા. જે બિલ્ડિંગનો સ્ટ્રકચરલ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, તેના પાયા નબળા થયેલા હતા. જેના પગલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. કેટલાક મકાનોમાં લોકો રહે છે, જ્યારે કેટલાક આવાસ યોજનાના મકાનો ખાલી છે જેના પગલે તને હવે તોડી પાડવામાં આવી રહ્યા છે.
ગાર્ડનમાં મરામત કરવા માટેની સૂચના સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી ચોમાસુ હવે વિદાય લઇ રહ્યું છે અને એકાદ મહિનામાં શિયાળાની શરૂઆત થઈ જશે ત્યારે સવારના સમયે લોકો ગાર્ડનમાં ચાલવા માટે આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં જ્યાં પણ જીમના સાધનો અને રમતગમતના સાધનો તૂટી ગયા હોય એવા ગાર્ડનમાં મરામત કરવા માટેની સૂચના આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. ગાર્ડનમાં જીમના સાધનોથી લઈ વોકવે તમામ જગ્યાએ રીપેરીંગ કરવાની જરૂરિયાત હોય તો તે રીપેર કરી યોગ્ય જાળવણી કરવા જણાવવામાં આવ્યું છે.
કોઈપણ ગાર્ડ યુનિફોર્મ વિના ન હોવો જોઈએ તે માટે વિશેષ સૂચન AMC ગાર્ડનમાં ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોય છે ત્યારે કોઈપણ ગાર્ડ યુનિફોર્મ વિના ન હોવો જોઈએ તે માટે પણ સૂચના આપવામાં આવી છે તમામ સિક્યુરિટી ગાર્ડ યુનિફોર્મ સાથે હોવા જોઈએ. સિકયુરિટી ગાર્ડ તરીકે વૃદ્ધ વ્યક્તિને રાખવામાં આવે છે જેથી જે પણ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય તે ફિટનેસ વાળા રાખવામાં આવે તેવું સૂચન પણ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.