અમેરિકની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને એલ્સેવિયર દ્વારા વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકકોની પ્રતિષ્ઠિત યાદીમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના 4 સાયન્ટીસોનો સમાવેશ કરવાનમાં આવ્યો છે. તેમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઇસ ચાન્સેલર સહિત ત્રણ વૈજ્ઞાનિ
.
વિવિધ ક્ષેત્રમાં સંશોધન કરનાર સાયન્ટિસ્ટોના નામની યાદી અમેરીકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરાય છે. તેમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઇસ ચાન્સેલર પ્રો.રમાશંકર દુબેએ બોટની વિષયમાં સંશોધન બદલ પસંદગી કરાઈ છે. જ્યારે યુનિવર્સિટીના કેમિકસ સાયન્સના ડિન પ્રો.દિનેશકુમાર, સ્કૂલ ઓફ નેનો સાયન્સના ડીન પ્રો.પલ્લવી શર્મા અને ડો.હિતેશ કુલહારીની પસંદગી કરાઈ છે. જોકે સંશોધકોએ કરેલા સંશોધન આઉટપુટ અને અવતરણ અસર દ્વારા રેન્કિંગ આપવામાં આવે છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના 4 વૈજ્ઞાનિકોના નામ સ્ટેનફોર્ડ યુનિ. અને એલ્સેવિયરની યાદીમાં સમાવેશ થવાથી યુનિવર્સિટીમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે સાથે સંશોધન અંગેની શૈક્ષણિક કામગીરી બતાવી રહી છે.