- Gujarati News
- International
- Now The Trend Of ‘friendship Therapy’, Youths Are Taking Help Of Psychiatrists To Deepen Friendships, Understand Each Other’s Feelings.
ન્યૂયોર્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 61 ટકા લોકોએ કહ્યું- દોસ્તીથી જીવન આનંદમય, 25 ટકા લોકો દોસ્તી બચાવવા થેરાપી લઈ રહ્યા છે
જ્યારે આપણે પરંપરાગત રીત સંબંધોને સુધારવા માટે થેરાપી વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં પરિણીત યુગલ અથવા કૌટુંબિક સંબંધોની તસવીર ઉપસી આવે છે. આપણે વિચારીએ છીએ કે થેરાપીનો અર્થ સંબંધો સુધારવાનો અથવા તૂટેલા સંબંધોને ફરી જોડવાનો છે. પરંતુ આજના જમાનામાં સંબંધો બદલાઈ રહ્યા છે અને આ બદલાવની સાથે એક નવો ટ્રેન્ડ પણ તેજીથી ઉભરી રહ્યો છે- ફ્રેન્ડશિપ થેરાપી.
જેમ જેમ સમાજ બદલાઈ રહ્યો છે, તેમ તેમ દોસ્તી પણ એક નવું રૂપ લઈ રહી છે. હવે તે મોજ-મસ્તી કે સાથ નિભાવવા સુધી સીમિત નથી. મિત્રતાને હવે એક મહત્ત્વના સંબંધ તરીકે જોવામાં આવે છે. આજના યુગમાં જ્યાં લોકો પોતાના પાર્ટનર અથવા કૌટુંબિક જીવનથી વધારે તેમના નજીકના મિત્રો પર નિર્ભર રહે છે, ત્યાં દોસ્તીનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. તાજેતરના રિપોર્ટ મુજબ 61 ટકા અમેરિકનો માને છે કે જીગરી દોસ્ત તેમના જીવનને સંતોષજનક બનાવે છે. જ્યારે 25 ટકા લોકો લગ્ન અથવા બાળકોને આ રીતે જુએ છે.
ફ્રેન્ડશિપ થેરાપીના વધતા ટ્રેન્ડ પર હ્યુસ્ટનમાં કેટલિસ્ટ કાઉન્સિલિંગની બાર્બી એટન્કિસનનું માનવું છે કે તેમની પાસે આવતાં લગભગ 25 ટકા લોકો એવા હોય છે જેઓ દોસ્તી બચાવવા માટે થેરાપી લઈ રહ્યા છે. આ એક નવા ટ્રેન્ડનો સંકેત છે, જ્યાં દોસ્ત તેના સંબંધોને સુધારવા માટે પ્રોફેશનલની મદદ લેતા હોય છે.
નિષ્ણાતોનું માનવું છે કે મિત્રતા થેરાપી દ્વારા દોસ્તો એકબીજા પ્રત્યેની લાગણીને સમજે છે અને મુશ્કેલીઓને હલ કરવા પણ મદદ મળે છે.
મિલેનિયલ્સ ફ્રેન્ડશિપ થેરાપી લેવામાં સૌથી મોખરે: મનોચિકિત્સિક પોલ મુજબ, મિલેનિયલ્સ આ ટ્રેન્ડમાં સૌથી આગળ છે. તેઓ ફ્રેન્ડશિપ થેરાપી બાબતે સજાગ છે અને તેમના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે. આ પેઢીના લોકો માનવીય સંબંધો અને અનુભવોને વધારે મહત્ત્વ આપે છે, તેથી તેઓ દોસ્તીને સુધારવા માટે પ્રોફેશનલ મદદ લેતાં હોય છે. યંગ્સટાઉન સ્ટેટ યુનિવર્સિટીની પ્રોફેસર ક્રેસ મુજબ જ્યાં સુધી દોસ્તીમાં ગંભીર સમસ્યા જેવી કે દુર્વ્યવહાર અથવા ઈર્ષા ન હોય તો સમસ્યાનો ઉકેલ સાથે મળીને કાઢી શકાય છે.
ફેન્ડશિપ થેરાપી પરંપરાગત કપલ થેરાપીની જેવી છે ફેન્ડશિપ થેરાપી પરંપરાગત કપલ થેરાપી જેવી હોય છે. જેમાં થેરાપિસ્ટ મિત્રતાના સંબંધોની લાગણીને સમજવામાં મદદ કરે છે. મિત્રો એકબીજાની મુશ્કેલીઓને સમજે છે અને તેમના સંબંધોને સુધારવાના પ્રયાસો કરે છે.