ઓસ્લો3 કલાક પેહલા
- કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | ઓસ્લો યુરોપનો 55 લાખની વસ્તીવાળો દેશ નોર્વે પેટ્રોલ કારોઓથી વધુ ઈલેક્ટ્રિક વ્હીકલવાળો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. અહીં રજિસ્ટ્રેશન થયેલા કુલ 28 લાખ વાહનોમાં 7,54,303 (26.3%) પૂરી રીતે ઈલેક્ટ્રિક છે, જ્યારે પેટ્રોલવાળાં વાહનો 7,53,905 છે. ડીઝલ કારો પણ 9,99,715 (35%) છે, પરંતુ તેનું વેચાણ સતત ઘટી રહ્યું છે. અહીં વેચાતી દરેક 10માંથી 9 કાર ઈવી છે.
ઓગસ્ટમાં નવી કારોમાં 94.3% કારો ઈલેક્ટ્રિક હતી, જે નવો રેકોર્ડ છે. નોર્વેમાં 1990થી ઈવી કારો વેચાઈ રહી છે. 20 વર્ષમાં રસ્તાઓ પરથી 10 લાખ પેટ્રોલ કારો હટી છે. તેના સ્થાન ઈવીએ લીધું છે. નોંધનીય છે કે નોર્વેએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે 2025 સુધી જે પણ કારો વેચાશે તે ઈવી હશે. આ યુરોપિયન યુનિયન દ્વારા નિયત સમયમર્યાદાથી 10 વર્ષ પહેલાં છે.
આવી રીતે કર્યું: વેચાણ ટેક્સમાં છૂટ, સમગ્ર દેશમાં ચાર્જિંગ ફ્રી, પાર્કિંગ પણ વિનામૂલ્યે અપાય છે
- સરકારે મદદ કરી. ઈવી પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહન રજૂઆત કરી. ઈવીની ખરીદી પર વેચાણ ટેક્સમાં છૂટ આપી.
- શહેરમાં વસૂલાતા અનેક ટોલથી મુક્તિ. મફત પાર્કિંગ કરી શકાય છે.
- સમગ્ર દેશમાં ચાર્જિંગ સ્ટેશન મફતમાં ઉપલબ્ધ છે. માત્ર ઓસ્લોમાં 2,000 મફત ચાર્જિંગ સ્ટેશન છે.
- નોર્વેએ મોટા પાયે આ સુવિધાઓ આપી. નોર્વે તેલના સૌથી મોટા નિકાસકાર દેશ પૈકી એક છે.
ભારત…ઈવીનું વેચાણ 6.38%, 2030 સુધી 30% કરવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારના વાહન પોર્ટલ મુજબ, દેશમાં નાણાવર્ષ 2024માં 16,75,800 ઈવીનું વેચાણ થયું તે એક વર્ષ પહેલાંની તુલનામાં 42% વધુ છે. 2023માં 11,83,418 ઈવી વેચાણ થયું હતું, જે 2022થી 158% વધુ હતું. 2023માં કુલ વાહનોમાં ઈવીની હિસ્સેદારી 6.38% હતી. ભારતે 2030 સુધી તેને 30% કરવાનું લક્ષ્ય રાખ્યું છે.