- Gujarati News
- Sports
- Cricket
- Ravichandran Ashwin Ravindra Jadeja; India Vs Bangladesh Chennai Test Day 2 LIVE Score Update | Rohit Kohli
સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલા
- કૉપી લિંક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ છે અને પહેલા સેશનની રમત ચાલી રહી છે.
ટીમ ઈન્ડિયા તરફથી રવિચંદ્રન અશ્વિન અને આકાશ દીપ ક્રિઝ પર છે. ભારતીય ટીમે 339/6ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું છે.
તસ્કીન અહેમદે રવીન્દ્ર જાડેજાને વિકેટકીપર લિટન દાસના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જાડેજાએ 124 બોલમાં 86 રન બનાવ્યા. તેણે અશ્વિન સાથે સાતમી વિકેટ માટે 199 રનની ભાગીદારી કરી હતી.
લાઈવ અપડેટ્સ
અત્યારે
- કૉપી લિંક
તસ્કીને જાડેજાને સદી બનાવતા રોક્યો, અશ્વિન સાથેની ભાગીદારી તોડી
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતની સાતમી વિકેટ પડી, જાડેજા 86 રન પર આઉટ
ભારતે સાતમી વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા 86 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. બીજા દિવસે તે એક પણ રન બનાવી શક્યો નહોતો. તે તસ્કીન અહેમદની બોલિંગમાં વિકેટકીપર લિટન દાસના હાથે કેચ આઉટ થયો હતો. ઓફ સ્ટમ્પનો બોલ થોડો સ્વિંગ થયો અને એડ્જ વાગતા વિકેટકીપરના ગ્લોવ્સમાં ગયો. તસ્કીને અશ્વિન-જાડેજાની 199 રનની ભાગીદારી તોડી હતી.
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
વીડિયોમાં જુઓ ચેન્નઈ ટેસ્ટ માટે ચાહકોનો ઉત્સાહ
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
અશ્વિન-જાડેજાની સદીની ભાગીદારી
રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ 7મી વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી કરી છે. જાડેજાએ 62મી ઓવરમાં નાહિદ રાણાના બોલ પર સિંગલ લઈને સદીની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાએ 144 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
જયસ્વાલની પાંચમી અડધી સદી, પંત સાથે અડધી સદીની ભાગીદારી
ઓપનર યશસ્વી જયસ્વાલે 56 રનની ઇનિંગ રમી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી ફિફ્ટી ફટકારી હતી. તેણે તસ્કીન અહેમદની બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. યશસ્વીએ રિષભ પંત સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી.
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ત્રીજો સેશન: ભારતના નામે રહ્યો, અશ્વિનની સદી
પ્રથમ દિવસનો ત્રીજો સેશન ભારતના નામે રહ્યું હતું. ટીમે આ સત્રમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 163 રન બનાવ્યા હતા. અશ્વિને સદી અને જાડેજાએ અડધી સદી ફટકારી હતી. બંનેએ બાંગ્લાદેશને વિકેટ માટે તરસ્યું છોડી દીધું અને 5થી વધુ રન રેટથી સ્કોર કર્યો.
38 મિનિટ પેહલા
- કૉપી લિંક
બીજો સેશન: બાંગ્લાદેશ આગળ, ભારતનો સ્કોર 176/6
પ્રથમ દિવસે બીજો સેશન પણ બાંગ્લાદેશના નામે રહ્યું હતું. આ સેશનમાં 3 વિકેટ પડી હતી અને 88 રન થયા હતા, પરંતુ પ્રથમ સેશનમાં ભારત પંત-જયસ્વાલની ભાગીદારીના આધારે કમબેક કરવામાં સફળ રહ્યું હતું.
ટી-બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા.
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા દિવસનો પહેલો સેશન: રોહિત, ગિલ, કોહલી વહેલા આઉટ, જયસ્વાલ-પંતે સંભાળી લીધી
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટના પ્રથમ દિવસનું પ્રથમ સત્ર મિક્સ્ડ રહ્યું હતું. દિવસના પ્રથમ કલાકમાં બાંગ્લાદેશી પેસરોએ ઉછાળો અને સ્વિંગ કરીને ભારતીય બેટર્સને દબાણમાં મૂક્યા હતા. હસન મહમૂદે કેપ્ટન રોહિત શર્મા (6 રન), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6 રન)ને પેવેલિયન મોકલ્યા હતા. અહીં ભારતીય ટીમનો સ્કોર 35 રન હતો. આવી સ્થિતિમાં જયસ્વાલ અને પંતની ભાગીદારીએ ભારતને પુનરાગમન કરાવ્યું હતું. લંચ સુધી સ્કોર 88/3 હતો.