47 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશના કેપ્ટનને સલાહ આપતો પંત (ક્રેડિટ- BCCI, Jio Cinema)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત ચાલુ છે. આ દરમિયાન ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 514 રનની લીડ લઈને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં અત્યાર સુધીમાં ઘણી એવી ફની ક્ષણો કેમેરામાં કેદ થઈ છે જે ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દે છે. જો કે, આમાંની મોટાભાગની મોમેન્ટ્સનો સેન્ટર પોઇન્ટ રિષભ પંત હતો. તે પહેલા દિવસે બેટિંગ કરતી વખતે બાંગ્લાદેશી વિકેટકીપર લિટન દાસ સાથે વાતચીત કરતો વીડિયો હોય કે પછી ભારતની બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે બાંગ્લાદેશની ફિલ્ડિંગ ગોઠવતો હોય. પંત પોતાના હાવભાવથી બાંગ્લાદેશના ફિલ્ડરોને એક બાજુથી બીજી તરફ મોકલતો જોવા મળ્યો હતો.
બાંગ્લાદેશના કેપ્ટન પંતની સલાહ માની ત્રીજા દિવસની રમતનો જે વીડિયો સામે આવ્યો છે તે ભારતીય ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન રિષભ પંત બેટિંગ કરતી વખતે બાંગ્લાદેશની ફિલ્ડિંગ ગોઠવતો જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ હતી કે પંતની સલાહ માનીને બાંગ્લાદેશના કેપ્ટને તેની જગ્યાએ એક ફિલ્ડરને પણ બેસાડ્યો હતો. વીડિયોમાં રિષભ પંત ‘એક ફિલ્ડર ઇધર આયેગા’ કહેતો જોવા મળે છે. આ પછી કોમેન્ટરી બોક્સમાં હાજર કોમેન્ટેટર્સ આ ઘટના જોઈને હસતા જોવા મળ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, એમ.એસ. ધોનીએ 2019માં ODI વર્લ્ડ કપ દરમિયાન આવું જ કંઈક કર્યું હતું. ધોનીએ સબ્બીર રહેમાનને ફિલ્ડરને ખસેડવાનું કહ્યું હતું. ત્યારે બાંગ્લાદેશના પ્લેયરે ધોનીના સૂચનને માન્યું હતું.
રિષભ પંતે સદી ફટકારી, ધોનીની બરાબરી કરી રિષભ પંતે પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી 124 બોલમાં ફટકારી છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માત બાદ આ તેની પ્રથમ ટેસ્ટ છે. પંતે પણ ધોનીની બરાબરી કરી લીધી છે. તે ધોનીની સાથે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટ કીપર બેટર બની ગયો છે. રિષભે 128 બોલમાં 109 રન બનાવ્યા. જેમાં 13 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. તે આઉટ થયા પછી ભારતીય ડ્રેસિંગ રૂમમાં બધાએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.