76 ઓલ ઇન્ડીયા પોલીસ રેસલીંગ ક્લસ્ટર – 2024-25 સ્પર્ધા લખનૌ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પોલીસ વતી આર્મ રેસલીંગનું પ્રતિનિધિત્વ કરનાર ગાંધીનગર એલસીબીનાં મહિલા કોન્સ્ટેબલ મિત્તલબા કાન્તીલાલ પરમારે ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ગુજરાત પોલીસન
.
તાજેતરમાં 73 ઓલ ઇન્ડીયા પોલીસ રેસલીંગ ક્લસ્ટર 2024-2025 સ્પર્ધા લખનૌ (યુ.પી.) ખાતે યોજાયેલ હતી. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિત્તલબા કાન્તીલાલ પરમારે ગુજરાત પોલીસ વતી આર્મ રેસલીંગમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મિત્તલબાએ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.
અત્યાર સુધીમાં મિત્તલબા પરમારે ગુજરાત પોલીસ વતી રેસલીંગ, પાવરલીફટીંગ, આર્મ રેસલીંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષા, નેશનલકક્ષા તથા રાજ્યકક્ષાએ ભાગ લઇ કુલ 47 મેડલ મેળવેલ છે. તેમણે રાષ્ટ્રીય / રાજ્યકક્ષાએ યોજાયેલ રેસલીંગ, આર્મ રેસલીંગ તથા પાવરલીફટીંગ અંગેની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સિધ્ધિઓ તથા વિશિષ્ટ સિધ્ધિઓ મેળવેલ છે. તદુપરાંત ગુજરાત રાજ્ય પોલીસ પ્રભાગના ઇતિહાસમાં રેસલીંગ ક્ષેત્રે એકમાત્ર મહિલા રેસલર તરીકે એવોર્ડ મેળવી રાજ્ય પોલીસ પ્રભાગનું નામ ઉજવળ કરનાર પ્રથમ મહિલા પોલીસ કર્મચારી છે.
તેઓ ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI), પટીયાલા ખાતે રેસલીંગ (કુસ્તી)ના અધિકૃત કોચ તરીકે ડિપ્લોમાં ઇન સ્પોર્ટ્સ કોચિંગ (રેસલિંગ) કોર્સ કરી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર રાજ્યના એકમાત્ર મહિલા પોલીસ કર્મચારી છે. તેઓ આગામી વર્ષમાં USA ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ વર્લ્ડ પાવરલીફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર છે.