2 કલાક પેહલા
- કૉપી લિંક
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 2022માં લગ્ન કર્યા હતા. શિબાની ફરહાનની બીજી પત્ની છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ફરહાન સાથેના લગ્ન બાદ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો તેની વાત કરી હતી. શિબાનીએ કહ્યું કે, જ્યારે તેણે ફરહાનને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો તેને ગોલ્ડ ડિગર કહેવા લાગ્યા. તેમજ ફરહાન સાથેના તેના લગ્નને લવ જેહાદ નામ આપવામાં આવ્યું હતું.
હું ગોલ્ડ ડિગર નથીઃ શિબાની
રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ ચેપ્ટર 2માં શિબાનીએ કહ્યું કે, જ્યારે હું ફરહાન સાથે રિલેશનશિપમાં આવી ત્યારે લોકો મને ગોલ્ડ ડિગર અને અમારા સંબંધોને લવ જેહાદનું નામ આપ્યું હતું. હું આ વિશે શું કરી શકું? શું હું બેસીને રડીશ કે લોકો મારા વિશે આવું કહે છે? હું ગોલ્ડ ડિગર નથી. સત્ય એ છે કે ફરહાન મુસ્લિમ છે અને હું હિન્દુ છું, અમે લગ્ન કર્યા છે અને અમે અમારા જીવનમાં ખુશ છીએ. લોકો જે ઈચ્છે તે કહી શકે છે પરંતુ હકીકત આ છે.
ફરહાન અને શિબાનીના લગ્નનો ફોટો
શિબાનીએ કહ્યું કે, નેગેટિવ કોમેન્ટની ચિંતા કર્યા વિના તે માત્ર સારી જિંદગી વિશે જ વિચારે છે. ઉપરાંત તેમને કહ્યું કે, લોકો મારા વિશે કોમેન્ટ કરે છે તે કોણ છે? ફરહાન સાથે લગ્ન પહેલા તે કેવી હતી? તો શું આ કોમેન્ટ્સ વાંચીને હું બેસી રહું અને વિચારું કે મેં જીવનમાં શું કર્યું? હું આ બધી બાબતોમાં પડતી જ નથી.
ફરહાન-શિબાની લગ્ન પહેલા રહેતા હતા લિવ-ઈનમાં
ફરહાન-શિબાનીના લગ્ન 19 ફેબ્રુઆરી 2022ના રોજ ખંડાલામાં થયા હતા. ફરહાન-શિબાની લગભગ 4 વર્ષથી રિલેશનશિપમાં હતા અને લિવ-ઇનમાં રહેતા હતા. થોડો સમય તેમને લોકોથી સંબંધોને છુપાવ્યા પછી, બંનેએ વર્ષ 2018 માં તેમના સંબંધોને સત્તાવાર પુષ્ટિ કરી હતી.
ફરહાને શિબાની સાથે બીજા લગ્ન કર્યા છે. તેણે પહેલા હેર સ્ટાઈલિશ અધુના સાથે લગ્ન કર્યા હતા, તેનાથી તેમને બે પુત્રીઓ છે. ફરહાન અને અધુનાએ 2017માં છૂટાછેડા લીધા હતા.