સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેર એસ.ઓ.જી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઇન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે એક લાખથી
.
નોટનો કાગળ પણ અસલી નોટ જેવો જ છે કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એક દમ અસલી ચલણી નોટ જેવો જ છે. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
એપલ સ્ક્વેરની 406 નંબર ઓફિસમાં રેડ કરી મળતી માહિતી પ્રમાણે સુરત શહેર એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જે આધારે આજે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરમાં ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસ માંથી ત્રણ જેટલા ઈસમો મળી આવ્યા હતા.
100 રૂપિયાની નકલી નોટો છાપી એસ ઓ જી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર, એક લાખની નકલી નોટો સાથે ત્રણ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી.
આરોપીઓ ક્યારથી નકલી નોટ છાપતાં તેની તપાસ એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે, આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે? જેવા સવાલો આ ત્રણે આરોપીઓને કરવામાં આવી રહ્યા છે.