ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. રવિવારે મેચનો ચોથો દિવસ છે અને પ્રથમ સેશનની રમત ચાલી રહી છે. 515 રનના ટાર્ગેટને ચેઝ કરતા બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલ હસન શાંતો અને લિટન દાસ ક્રિઝ પર છે. શાકિબ અલ હસન 25 રન બનાવીને આઉટ થયો હતો. તેને અશ્વિને યશસ્વી જયસ્વાલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમે 158/4ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. શાંતોએ 51 અને શાકિબે 5 રન બનાવીને દાવને આગળ ધપાવ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ 4 વિકેટે 287 રન પર ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટાઈ ગયો હતો.
Source link