મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ ભારતમાં 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે, જેના કારણે રાજ ઠાકરે ભડક્યા છે. તેમણે કહ્યું કે, તે કોઈપણ સંજોગોમાં કોઈ પણ પાકિસ્તાની કલાકારની ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં. તેમણે થિયેટર માલિકોને પણ ચેતવણી આપી છે કે, જો તેઓ તેમના થિયેટરોમાં પાકિસ્તાની ફિલ્મો ચલાવશે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર ગુસ્સામાં લખ્યું કે, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. પાકિસ્તાની કલાકારોની ફિલ્મોને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી કેમ મળી રહી છે?
પાકિસ્તાની એક્ટરની ફિલ્મ રિલીઝ થતા રાજ ઠાકરે ભડક્યા
રાજ ઠાકરેએ થિયેટર માલિકોને આપી ચેતવણી
રાજ ઠાકરેએ આગળ લખ્યું છે કે, સરકારોએ આ ફિલ્મને મહારાષ્ટ્ર તો શું દેશના કોઈપણ રાજ્યમાં રિલીઝ ન થવા દેવી જોઈએ. હવે અન્ય રાજ્યો શું કરશે તે પ્રશ્ન છે, પરંતુ એટલું ચોક્કસ છે કે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં.
અગાઉ તેમની પોસ્ટમાં રાજ ઠાકરેએ પાકિસ્તાની કલાકારોની ફિલ્મોની રિલીઝને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે લખ્યું છે કે, આ પહેલા પણ જ્યારે આવી ઘટનાઓ બની હતી ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આપવામાં આવેલી ચેતવણી બધાને યાદ હશે. તેથી હવે થિયેટર માલિકોને નમ્રપણે વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ફિલ્મોની સ્ક્રીનિંગની મૂંઝવણમાં ન પડે.
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ
થિયેટર માલિકો માટે ઉદારતા મોંઘી સાબિત થશેઃ રાજ ઠાકરે
રાજ ઠાકરે આગળ લખે છે કે, આ ફિલ્મ રીલિઝ થવાની આસપાસ નવરાત્રીનો તહેવાર શરૂ થશે. હું મહારાષ્ટ્રમાં કોઈ વિરોધ ઇચ્છતો નથી અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશક પણ આમ કરવા ઈચ્છતા નથી. અમે નથી ઈચ્છતા કે કોઈને સંઘર્ષ કરવો પડે, તેથી આપણે સમયસર પગલાં લેવા જોઈએ અને જોવું જોઈએ કે, આ ફિલ્મ આપણા દેશમાં રિલીઝ ન થાય. જો થિયેટર માલિકો, જેઓ મરાઠી ફિલ્મો માટે થિયેટર આપવામાં આનાકાની કરે છે, તેઓ પાકિસ્તાની સિનેમાને આપણી જમીન પર આવવા દે છે, તો આ ઉદારતા તેમના માટે મોંઘી સાબિત થશે. મને ખાતરી છે કે સરકાર આ તરફ યોગ્ય ધ્યાન આપશે.
ફિલ્મની જાહેરાત બાદ ફરી એકવાર પાકિસ્તાની કલાકારો સામે મોરચો માંડવામાં આવ્યો છે. રાજ ઠાકરે પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમય ખોપકરે કહ્યું હતું કે, જો પાકિસ્તાની કલાકારો હવે ભારત આવશે તો તેમને પરિણામ ભોગવવું પડશે.
ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટનું પોસ્ટર
ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ એક પાકિસ્તાની ફિલ્મ છે, જે 2022માં પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ફવાદ ખાનની સાથે માહિરા ખાન, હમઝા અલી અબ્બાસી અને ફારિસ શફી મુખ્ય ભૂમિકામાં છે.
MNS નેતાએ કહ્યું- પાકિસ્તાની કલાકારો અહીં આવશે તો તેમને મારવામાં આવશે થિયેટર પણ તોડી પાડવામાં આવશે; ફવાદ ખાનની ફિલ્મની ભારતીય રિલીઝ પર વિવાદ
MNS નેતાની ચેતવણી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમય ખોપકરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, ભારતમાં કોઈ પાકિસ્તાની કલાકાર કે ફિલ્મને સ્થાન મળશે નહીં. તેણે બોલિવૂડ પર પણ આકરા શબ્દોમાં નિશાન સાધતા કહ્યું કે, જો પાકિસ્તાની કલાકારો અહીં આવીને પ્રમોશન કરશે તો તેમને માર ખાવાનો પણ વારો આવી શકે છે.