નવી દિલ્હી39 મિનિટ પેહલા
- કૉપી લિંક
OTT પ્લેટફોર્મ Netflix India વિઝા ઉલ્લંઘન, વંશીય ભેદભાવ, કરચોરી અને અનેક વ્યવસાય પ્રેક્ટિસ અનિયમિતતાઓ માટે સરકારી તપાસ હેઠળ છે. રોયટર્સે સરકારી ઈમેલને ટાંકીને આ માહિતી આપી છે.
ભારતના ગૃહ મંત્રાલયના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)ના અધિકારી દીપક યાદવે 20 જુલાઈએ ભારતમાં Netflixના બિઝનેસ અને કાનૂની બાબતોના પૂર્વ ડિરેક્ટર નંદિની મહેતાને મોકલેલા ઈમેલમાં આ તપાસનો ખુલાસો થયો છે.
સરકારી ઈમેલમાં શું લખ્યું છે?
ઈમેલમાં લખ્યું છે કે, ‘આ ઈમેલ વિઝા અને ભારતમાં નેટફ્લિક્સની બિઝનેસ પ્રેક્ટિસ સાથે સંબંધિત ટેક્સ ઉલ્લંઘનની ચિંતાઓ વિશે છે. આ સંદર્ભમાં, અમને કંપનીના આચરણ, વિઝા ઉલ્લંઘન, ગેરકાયદેસર માળખું, કરચોરી અને વંશીય ભેદભાવની ઘટનાઓ સહિત વિવિધ ગેરરીતિઓ સંબંધિત કેટલીક વિગતો પ્રાપ્ત થઈ છે.
આરોપો પર Netflixનો પ્રતિભાવ
નેટફ્લિક્સના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું હતું કે કંપનીને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કોઈપણ તપાસની કોઈ જાણકારી નથી.
OTT પ્લેટફોર્મ Netflix પાસે ભારતમાં લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે.
Netflix અંગે ભારતમાં તપાસ
નેટફ્લિક્સ વિરુદ્ધ ભારતમાં પહેલેથી જ ઘણી તપાસ ચાલી રહી છે. Netflixના ભારતમાં લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. કંપનીએ સ્થાનિક કન્ટેન્ટ પ્રોડક્શનમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે જેમાં બોલિવૂડની હસ્તીઓ સામેલ છે.
જો કે, Netflixને કેટલાક દર્શકો અને સરકારી અધિકારીઓ દ્વારા અસંવેદનશીલ ગણાતી સામગ્રી પર પણ વિવાદનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન તપાસ સિવાય નેટફ્લિક્સ 2023થી ભારત સરકારની ટેક્સ ડિમાન્ડને પડકારી રહી છે.