20 મિનિટ પેહલા
- કૉપી લિંક
પિંક સિટીથી ફેમસ જયપુરમાં 22 સપ્ટેમ્બરે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. જેમાં અમદાવાદની રિયા સિંઘાએ કમાલ કરી બતાવ્યો છે. 19 વર્ષની ઉંમરે રિયા મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ તેને નામ કર્યો છે.
દર વર્ષે યોજાતી આ ઇવેન્ટ જીત્યા બાદ હવે રિયા આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારી મિસ યુનિવર્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેમને તાજ પહેરાવ્યો હતો. ઉર્વશીએ વર્ષ 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.
રિયાએ ખોલ્યો જીતનો રાઝ
રિયાએ કહ્યું કે, તે પોતાની જાતને આ ટાઈટલની યોગ્ય હકદાર માને છે. વધુમાં કહ્યું કે, આ સ્પર્ધા જીતવા માટે તેને ખૂબ જ મહેનત કરી છે અને અગાઉના વિજેતાઓએ તેને આ ખિતાબ જીતવા માટે ઘણી પ્રેરણા આપી હતી.
અમદાવાદની રિયાનો કમાલ
રિયા અમદાવાદની રહેવાસી છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. હાલ તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. 40 હજાર લોકો તેને ફોલો કરે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો અને રીલ્સ પોસ્ટ કરી છે, જેને મોટી સંખ્યામાં લોકોએ પસંદ કરી છે. વર્ષ 2020 માં, 16 વર્ષની ઉંમરે, તેણીએ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે સ્પેનમાં યોજાયેલી મિસ ટીન યુનિવર્સ 2023માં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.