પૂર્વમાં રખડતા પશુઓની ચોરી કરી ગેરદાયદે કતલનો ધમધમતો ગોરખ ધંધો
પોલીસે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા
Updated: Dec 29th, 2023
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રખડતા તથા માલધારીના આંગણેથી ચોરી કરીને અબોલ પશુઓની ગેરકાયદે કતલનો ગોરખધંધો ચાલી રહ્યો છે. નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે એક મકાનના તાળા તોડીને ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલા રૃા. ૪૦ હજારના આઠ પશુઓને બચાવી લીધા હતા અને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે એક આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પશુઓને ઘાસચારા, પાણી વિના મકાનમાં દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધીને રાખ્યા હતા, પોલીસે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા
નારોલ પોલીસને બાતમી મળી હતી કે આકૃતિ ટાઉનશીપ નજીક આવેલી બાગેકૌશર સોસાયટી પાસે મુસ્કાનનગરના મકાન નંબર-પંદરમાં પાડાને બાંધીને રાખ્યા છે અને કેટલા સમયથી અવાજ આવ્યા કરે છે. આ બાતમી આધારે પોલીસની ટીમે ત્યાં પહોચીેન તપાસ કરતાં મકાનને બંધ હતું જેથી પોલીસે તાળું તોડીને અંદર જઇને જોયું તો રૃા. ૪૦ હજારની કિંમતના નાની ઉઁમનરના આઠ પાડાને ઘાસચારીને સગવડ વગર તથા ટૂકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલા હતા.
પોલીસે આસપાસમાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ મકાન અશરફ ધોબી નામના એક વ્યક્તિનું છે પણ હાલ તે ઘરે હાજર નહોતો જેથી પોલીસે તમામ અબોલ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અને ફરાર આરોપી વિરુદ્ધ પશુધારાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.