પૂર્વમાં અસામાજિક તત્વો બેફામ બની નિર્દોષ લોકો પર હુમલા કરી રહ્યા છે
સરદારનગર પોલીસે બે આરોપી સામે ગુનો નોંધ્યો
Updated: Dec 29th, 2023
અમદાવાદ, શુક્રવાર
કુબેરનગરમાં બે શખ્સોએ સગીર પાસે દારૃ પીવાના રૃપિયાની માંગણી કરી હતી પરંતુ સગીરે રૃપિયા આપવાની ના પાડતા બંને શખ્સોએ તેને બિભત્સ ગાળો બોલીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના અંગે સગીરના ફોઇએ બંને શખ્સો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવી છે.
સગીર ચાલતો ઘરે જતો હતો ઉભો રાખી રૃપિયાની માંગી હુમલો કરતા સારવાર હેઠળ ઃ સરદારનગર પોલીસે બે આરોપી સામે ગુનો નોંધ્યો
સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં કુબેરનગર સંતોષીનગરના છાપરામાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઇનું અવસાન થયું હોવાથી તેમના ૧૬ વર્ષીય ભત્રીજાનું ભરણ પોષણ તેઓ કરે છે. તા. ૨૮ ડિસેમ્બરે રાત્રીના સમયે તેમનો ભત્રીજો તેના મિત્ર સાથે ચાલતા ચાલતા ઘરે આવી રહ્યો હતો. ત્યારે ઉમા સ્કુલ પાસે તેમના સંબંધી બન્ને આરોપીઓએ તેમના ભત્રીજાને રસ્તામાં ઉભો રાખ્યો હતો.
એટલું જ નહી બંને શખ્સોએ સગીર પાસે દારૃ પીવા માટે રૃપિયાની માંગણી કરી હતી પરંતુ ફરિયાદીના ભત્રીજાએ આપવાની ના પાડતા બંને શખ્સોએ તેને બિભત્સ ગાળો બોલીને ઢોર માર માર્યો હતો. જે બાદ બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે સગીર ભત્રીજો પણ ભાગીને ઘરે જતો રહ્યો હતો. સવારે દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.