કોર્ટે વોરંટ ઇશ્યૂ કરતા પોલીસ અમદાવાદથી પકડી લાવી
Updated: Dec 29th, 2023
વડોદરા,વિદેશના વિઝા અપાવવાના બહાને પોતાના સાળા તથા અન્ય લોકોને લલચાવી રૃપિયા પડાવનાર ભેજાબાજ કોર્ટ કેસની ટ્રાયલ દરમિયાન હાજર રહેતો નહતો. કોર્ટે તેની સામે વોરંટ ઇશ્યૂ કરતા પોલીસ તેને અમદાવાદથી પકડી લાવી હતી.
વાઘોડિયા રોડની રિદ્ધિ સોસાયટીમાં રહેતો વિવેક કનુભાઇ વસાવા એન.ટી.સી.કોલેજમાં બી.ઇ.ના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. ગત તા.૦૯ – ૦૮ – ૨૦૨૧ ના રોજ તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી બહેન સાથે લગ્ન કરનાર ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ (રહે.શ્રી સોસાયટી,વાઘોડિયા રોડ મૂળ રહે.જેસંગપુરા ગામ,તા.વાઘોડિયા) દ્વારા મને વિદેશ મોકલવાના બહાને તથા ઓ.એન.જી.સી.માં નોકરી અપાવવાના બહાને ૨૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. પાણીગેટ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સામેનો કેસ કોર્ટમાં શરૃ થઇ ગયો હતો. જેની મુદ્દતે તે હાજર રહેતો નહીં હોવાથી કોર્ટે તેની સામે વોરંટ જારી કર્યુ હતું. જેથી, પોલીસની ટીમ આરોપીને અમદાવાદથી પકડી લાવી હતી. ઉલ્લેખનીય છે કે,આરોપી પોતાની રાજકીય વગ હોવાનો રૃઆબ પણ તે છાંટતો હતો.