મહિલા પહેલાના બાળકો સાથે રાખતી હોવાથી પતિ મારઝૂડ કરતો હતો
પતિએ પત્ની અને બાળકોને માર મારી ઘરેથી કાઢી મૂક્યા
Updated: Dec 29th, 2023
અમદાવાદ, શુક્રવાર
વટવામાં પત્નીના પહેલાનાબે બાળકો સાથે રાખતી હતી જે બીજા પતિનું ગમતું ન હોવાથી તે પત્નીને મારઝુડ કરતો હતો. ઉપરાંત પતિના નશો કરવાની ટેવવાળો અને અન્ય મહિલા સાથેના સબંધ રાખતો હોવાની જાણ પત્નીને થતા તેને આવુ ન કરવા કહેતા પતિએ પત્ની અને બાળકોન માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જેથી કંટાળીને પત્નીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતક પત્નીના ભાઇએ બનેવી સામે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
પતિના અન્ય મહિલા સાથેના સંબંધ,નશાની આદતની જાણ પત્નીને થતા આવું કરવાની ના પાડતા પતિએ પત્ની અને બાળકોને માર મારી ઘરેથી કાઢી મૂક્યા
શાહઆલમમાં રહેતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વટવા સૈયદ વાડી પાસે રહેતા પોતાના બનેવી સામે ફરિયાદ નોંધાવી છે કેજેમાં તેમની નાની બહેનના પહેલા લગ્ન વટવામાં થયા હતા પરંતું પાંચ વર્ષ બાદ છુટાછેડા થયા હતા. જે બાદ વર્ષ ૨૦૧૮માં તેમના બીજા લગ્ન વટવા સૈયદવાડી ખાતે રહેતા યુવક સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ તેમની બહેન સાસરીમાં રહેવા ગઇ હતી. લગ્ન બાદ પતિને ફરિયાદીની બહેનના પહેલા લગ્નના બે પુત્રો હતા તે તેમની સાથે રહેતા હતા જે તેને ગમતું ન હોવાથી બનેવી ફરિયાદીની બહેન સાથે મારઝુડ કરતો હતો.
જેથી અવાર નવાર પતિ ત્રાસ આપતો હોવાથી તે પિયરમાં રહેવા આવતી હતી. બીજીતરફ ફરિયાદીની બહેનને તેના પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતા અને પત નશો કરતો હોવાથી પત્ની અને બાળકોને માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તા. ૨૫ ના રોજ ફરિયાદીની બહેને પતિને નશો કરવાની અને અન્ય મહિલા સાથે સબંધ રાખવાની ના પાડતા મારઝૂડ કરી હતી. જેથી પતિના ત્રાસથી કંટાળીને તેમની બહેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેે વટવા પોલીસેે આરોપી સામે દુષ્પ્રેરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.