મોસ્કો10 મિનિટ પેહલા
- કૉપી લિંક
પુતિન આ પહેલા પણ અનેકવાર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી ચૂક્યા છે. આ વખતે તેમણે પરમાણુ પોલિસીમાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશોને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. BBCના અહેવાલ મુજબ પુતિને બુધવારે રાજધાની મોસ્કોમાં સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કહ્યું કે સરકાર પરમાણુ હથિયારોના ઉપયોગ સાથે સંબંધિત નિયમો અને શરતોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
પુતિને કહ્યું કે દેશના પરમાણુ નિયમોમાં ઘણી નવી બાબતો ઉમેરવામાં આવશે. આમાં રશિયા સામે મિસાઈલ કે ડ્રોન હુમલા સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ સામેલ છે. જો રશિયન પ્રદેશ પર મોટા પાયે મિસાઇલ અથવા ડ્રોન હુમલો થાય છે, જે દેશની સાર્વભૌમત્વને ગંભીરપણે જોખમમાં મૂકી શકે છે, તો પણ રશિયા પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.
રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જો કોઈ બિન-પરમાણુ-સંપન્ન દેશ પરમાણુ-હથિયાર ધરાવતા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરે છે, તો તેને બંને દેશો દ્વારા હુમલો માનવામાં આવશે. તેમણે કહ્યું કે રશિયાના પરમાણુ હથિયારો દેશ અને તેના નાગરિકોની સુરક્ષાની સૌથી મોટી ગેરંટી છે.
રાષ્ટ્રપતિ પુતિને બુધવારે મોસ્કોમાં સુરક્ષા પરિષદ સાથે પરમાણુ પોલિસી અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી.
પુતિને કહ્યું- પરમાણુ પોલિસીમાં બદલાવ કરવો એ સમયની જરૂરિયાત છે પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન રશિયામાં લોન્ગ રેન્જ એટેક મિસાઈલનો ઉપયોગ કરવા માટે પશ્ચિમી દેશો પાસેથી મંજુરી માંગી રહ્યું છે. પુતિને કહ્યું કે પરમાણુ હથિયારોના ઉપયોગ માટે શરતો બદલવી જરૂરી છે, કારણ કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે.
બ્રિટને સ્ટ્રોમ શેડો અને અમેરિકા આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (ATACMS) મિસાઈલો યુક્રેનને આપી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલો છે, જે લગભગ 300 કિમી સુધીના લક્ષ્યોને ચોક્કસ રીતે હિટ કરી શકે છે.
યુક્રેન આ મિસાઇલોનો ઉપયોગ રશિયામાં નહીં, પરંતુ તેની સરહદમાં જ કરી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી ઇચ્છે છે કે આ પ્રતિબંધો હટાવી લેવામાં આવે જેથી તેઓ રશિયાની અંદર લાંબા અંતરના હથિયારનો ઉપયોગ કરી શકે.
ઝેલેન્સકી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેઓ રશિયા ખાતે લાંબા અંતરની મિસાઇલો લોન્ચ કરવાની મંજુરી માટે બાઈડનને પૂછી શકે છે.
ઝેલેન્સકી આજે બાઈડનને મળશે
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન તેઓ રશિયામાં લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજુરી માંગી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે પુતિને પશ્ચિમી દેશોને પરમાણુ યુદ્ધની ધમકી આપી હોય. રશિયન રાષ્ટ્રપતિએ 12 સપ્ટેમ્બરે કહ્યું હતું કે જો પશ્ચિમી દેશો યુક્રેનને ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તેનો અર્થ એ થશે કે નાટો રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી ગયું છે. તેણે કહ્યું કે જો આવું થશે તો તે ચોક્કસપણે તેનો જવાબ આપશે.
યુક્રેન અમેરિકા અને પશ્ચિમી દેશોના સમર્થનથી અઢી વર્ષથી રશિયા સામે યુદ્ધ લડી રહ્યું છે. ઓગસ્ટમાં યુક્રેન રશિયામાં ઘૂસી ગયું હતું અને તેના ઘણા વિસ્તારો પર કબજો કર્યો હતો. રશિયા તેના વિસ્તારોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો…
નાટો દેશોની મિસાઇલો રશિયામાં ઝીંકવામાં આવી શકે છે: અમેરિકામાં બાઈડન અને બ્રિટિશ પીએમ વચ્ચે બેઠક; પુતિને કહ્યું- અમે જવાબ આપવા તૈયાર છીએ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આવા હથિયારોના ઉપયોગની મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા સામે યુદ્ધમાં ઉતરી ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે જો આવું થશે તો તે ચોક્કસપણે તેનો જવાબ આપશે.