11 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂમેરોલોજિસ્ટ નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણીએ અંક 2ના જાતકો માટે નવું વર્ષ 2024 કેવું રહેશે.
આ અંકનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર મનનો કારક છે. આ વર્ષે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. આ વર્ષે ચંદ્રની સાથે ગુરુ અને શુક્ર ગ્રહો પણ તમારા માટે ફાયદાકારક રહેશે. વર્ષ- 2024માં કામ માટે નવા-નવા આઇડિયા આવશે. આ અંકના વેપારીઓ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. જીવનમાં આગળ વધવાની યોજના બનશે. યોજનાઓને કારણે આ વર્ષે મોટો લાભ થશે. વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો. કામ સંબંધિત દસ્તાવેજો પર સહી કરતી વખતે તેને બરાબર વાંચો, સાવચેત રહો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
કેમિકલ, લિક્વિડ, એવિએશન, પાણી, સિમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને નવા ગ્રાહકો મળશે જેના કારણે આર્થિક રીતે લાભ થશે. માન-સન્માન મળશે. મહિલાઓને આ વર્ષે તણાવથી રાહત મળશે. જો તમે વેપાર કરવા માગતા હો, તો તમે તે કરી શકો છો. સંતાન તરફથી તમને સુખ મળશે. જો તમે વિદેશ જવા માગો છો તો આ ઈચ્છા પૂરી થઈ શકે છે.
શું કરવું : શિવ-પાર્વતીની પૂજા કરો. ‘ઓમ હ્રીં ચંદ્રાય નમઃ’ ચંદ્ર મંત્રનો જાપ કરો