18 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂર યશ રાજ બેનરની બહુચર્ચિત અને ફેમસ ફિલ્મ ‘ધૂમ’ના આગામી ભાગમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. અભિનેતાના 42માં જન્મદિવસ પર આ સમાચાર સામે આવ્યા છે કે રણબીર ‘ધૂમ 4’માં નેગેટિવ રોલમાં જોવા મળશે.
‘ધૂમ 4’ યશ રાજ સાથે રણબીરની ચોથી ફિલ્મ હશે. આ પહેલા તે બેનરની ‘બચના એ હસીનો’, ‘રોકેટ સિંહ’ અને ‘શમશેરા’માં કામ કરી ચૂક્યો છે.
લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અહેવાલો મુજબ ફિલ્મને લઈને મેકર્સ અને રણબીર વચ્ચે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ‘રણબીરને હંમેશા આ ફિલ્મમાં રસ હતો. ફિલ્મનો બેઝિક આઇડિયા સાંભળ્યા બાદ તે તેના પર કામ કરવા માટે તૈયાર થઈ ગયો હતો અને હવે તે ‘ધૂમ 4’નો ભાગ બનશે તેની પુષ્ટિ થઈ ગઈ છે.
અહેવાલ મુજબ રણબીર આ ફિલ્મના નિર્માતા અને યશરાજ ફિલ્મ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય ચોપરાની પહેલી પસંદ હતો
આ વખતે વાર્તા નવેસરથી શરૂ થશે અહેવાલ એવા પણ છે કે, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા જેવા અન્ય કલાકારો, જેઓ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હતા, તેઓ ‘ધૂમ 4’માં જોવા નહીં મળે.
આ વખતે મેકર્સ આ ફિલ્મની સિક્વલ નહીં પરંતુ રિબૂટ બનાવી રહ્યા છે. તેની વાર્તા નવી હશે.
અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા આ ફિલ્મના નવા ભાગનો હિસ્સો નહીં હોવાની ચર્ચા
યંગ જનરેશનના વધુ બે હીરો જોવા મળશે સુત્રોએ એવી પણ માહિતી આપી હતી કે યુવા પેઢીમાંથી બે નવા હીરો પોલીસ અધિકારીઓના રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તાને લોક કરી દેવામાં આવી છે અને હવે ટીમ કાસ્ટિંગ પર કામ શરૂ કરવાની છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર હાલમાં ‘રામાયણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ તેની કારકિર્દીની પ્રથમ પૌરાણિક ફિલ્મ છે. આમાં તે શ્રી રામનો રોલ કરી રહ્યો છે.