2 કલાક પેહલા
- કૉપી લિંક
તાસ કે બાવન પત્તે દિખાયે કિસ્મત કે રાસ્તે. ગંજીફાના બાવન પાના એટલે ગૂઢ રહસ્યોનો ખજાનો. પ્લેયિંગ કાર્ડ્સનું દરેક પાનુ તમારા ભાગ્યમાં લખેલા લેખને ડીકોડ કરે છે. AD 1000માં ઇજિપ્તમાં પ્લેયિંગ કાર્ડ્સની શોધ થઈ. ઇજિપ્તથી ચાઇના થઈ 1370માં પ્લેયિંગ કાર્ડ્સની પદ્ધતિનો પ્રવેશ થયો. ભારતમાં મુઘલ સામ્રાજ્ય દરમિયાન ‘બાબરનામા’માં ગંજીફા શબ્દનો ઉલ્લેખ છે. ગંજીફા શબ્દ પર્શિયન ભાષાનો છે તેનો અર્થ ખજાનો થાય છે. બાવન પાનામાં એક્કાથી રાજા સુધીના અંકનો સરવાળો 364 થાય છે જેનો અર્થ એવો થાય કે પ્લેયિંગ કાર્ડ્સનો કેલેન્ડર સાથે સીધો સંબંધ છે. પાનાં 4 વિભાગમાં વહેંચાયેલા છે,જોકે ગંજીફાના બાવન પાનાના ઇતિહાસ કરતાં તેમાં રહેલા ભવિષ્યમાં લોકોને વધુ રસ હોય છે.ગંજીફાના બાવન પાના પીસ્યા બાદ તમે કોઇ એક પાનુ તમારા ઇષ્ટદેવને યાદ કરી ડ્રો કરો. કયું પાનું તમારી કિસ્મત કે બદકિસ્મત છે તે જાતે જ નક્કી કરી શકશો. કેવી રીતે કરવું તેના માટે જુઓ આ વીડિયો..