અમદાવાદ, રવિવાર
નારોલ ગામ રહેતાા યુવકના મોટાભાઈ સાથે અગાઉ તકરાર થઇ હતી જેની અદાવત રાખીને નારોલના ત્રણ શખ્સો પાન પાર્લર ઉપર આવ્યા હતા અને તારો મોટોભાઈ ક્યા છે કહીને ગાળો બોલીને તકરાર કરી હતી અને તલવારનો ઘા મારીને યુવલક અને તેના મિત્રોને પણ લોહી લુહાણ કરી મૂક્યા હતા એટલું જ નહી દુકાનમાં તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તારા ભાઇને કહી દે જે હવે પછી તકરાર ના કરે નહીતર વધુ માર મારીશું ગંભીર હાલતમાં યુવકો સારવાર હેઠળ, સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ
નારોલમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકના મોટો ભાઈ નારોલ નંદનવન હાઈટ્સ ખાતે રોયલ પાન પાર્લર ધરાવી ધંધો કરે છે. મોટાભાઈની દુકાને યુવક પણ મોટાભાઈને મદદરૂપ થવા માટે જતો હતો. શનિવાર મધરાતે રાતે ફરિયાદી યુવક તેના મિત્રોની સાથે પાર્લર ઉપર ગયો હતો. જ્યાં ઉપરોક્ત ત્રણ શખ્સો બાઇક પર આવ્યા હતા.
આવીને તારો મોટોભાઈ ક્યાં છે ગઈકાલે બહુ ઝઘડો કરતો હતો કહીને ગાળો બોલીને તકરાર કરી હતી અને યુવકને પકડીને માથામાં તલવાર મારીને ઢોર માર માર્યો હતો એટલું જ નહી તલવારના ઘા મારીને દુકાનમાં તોડફોડ કરી હતી. આ સમયે ફરિઆદી યુવકના મિત્રો વચ્ચે પડતા તેમના ઉપર પણ તલવારથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય જણા ધમકી આપીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકોને સારવારઅર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.