46 મિનિટ પેહલા
- કૉપી લિંક
BCCI સેક્રેટરી જય શાહે શનિવારે નવા NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)નું ઉદ્ધાટન કર્યું. 2000થી ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરિસરમાં ચાલી રહેલ NCA હવે BCCI-સેન્ટર ઓફ એક્સેલેન્સ (BCE) તરીકે ઓળખાશે. આ સાથે તે હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક પણ છે.
આધુનિક સુવિધાઓ ખેલાડીઓને પોતાને શ્રેષ્ઠ બનાવવા અને ટોચના સ્તરની ફિટનેસ જાળવી રાખવામાં મદદ કરશે- લક્ષ્મણ તેના પ્રેસિડન્ટ વીવીએસ લક્ષ્મણે કહ્યું કે- ‘અહીંની આધુનિક સુવિધાઓ ખેલાડીઓને પોતાને શ્રેષ્ઠ બનાવવા અને ટોચના સ્તરની ફિટનેસ જાળવી રાખવામાં મદદ કરશે, જેનાથી ભારતને ત્રણેય ફોર્મેટમાં દબદબો જાળવી રાખવામાં મદદ મળશે. આ માત્ર રિહેબ પોઇન્ટ હોવાની ધારણા ખોટી છે. ભાવિ પેઢીની સાથે વર્તમાન પેઢી પણ આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે તેનો આનંદ છે. જય શાહ જ્યારે કન્સ્ટ્રક્શન ટીમ સાથે પ્રથમવાર અહીં આવ્યા ત્યારથી તેમણે દરેક બાબતો માટે એક ડેડલાઈન સેટ કરી હતી. જેથી એક ચોક્કસ સમયગાળામાં કાર્ય પૂર્ણ થાય.’
BCCIના ચેરમેન રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ ઉપરાંત ક્રિકેટર મોહમ્મદ સહિતના અન્ય લોકો પણ હાજર હતા.
સેન્ટરના ઓપનિંગ પછી ભારતીય ક્રિકેટ વધુ ઊંચાઈએ પહોંચશે- સેક્રેટરી જય શાહ શનિવારે જ BCCIની એન્યુઅલ મિટિંગમાં જય શાહની સિદ્ધિઓને બિરદાવતો વીડિયો દર્શાવાયો હતો. જેઓ આગામી થોડા સમયમાં ICC ચેરમેન તરીકે પદભાર સંભાળશે. જય શાહે આ પ્રસંગે કહ્યું હતું કે ‘આ સેન્ટરનાં ઉદ્ધાટન બાદ ભારતીય ક્રિકેટ વધુ ઊંચાઈએ પહોંચશે. આ મજબૂત ભાવિ માટે પાયો નાંખવાના અમારા વિઝનનો એક ભાગ રહ્યો છે. મને વિશ્વાસ છે કે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમનાર ખેલાડીઓનો વધુ વિકાસ થશે.’
BCCIના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમનાર ખેલાડીઓનો વધુ વિકાસ થશે.
ક્રિકેટર્સ ઉપરાંત ટોચના ઓલિમ્પિયન પણ BCEમાં ટ્રેનિંગ કરી શકશે 40 એકરમાં ફેલાયેલ આ સેન્ટર ઑફ એક્સેલેન્સમાં 3 ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે કુલ 86 પિચ છે. અહીં ઈન્ડોર-આઉટડોર બંને પ્રકારની ટ્રેનિંગ ફેસિલિટી છે. મુખ્ય ગ્રાઉન્ડમાં 85 યાર્ડની બાઉન્ડરી છે. 13 પિચ તૈયાર છે, જેને મુંબઈની લાલ માટીથી તૈયાર કરાઈ છે. અન્ય પિચને જુદી-જુદી માટીથી તૈયાર કરાઈ છે. અહીંનું કટિંગ એજ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન સેન્ટર ક્રિકેટર્સ ઉપરાંત ટોચના ઓલિમ્પિયન પણ વાપરી શકશે. 8 પિચ પર યુકે-ઓસ્ટ્રેલિયા જેવા ટર્ફની હોવાનો દાવો કરાયો છે. મસાજરૂમ, રેસ્ટરૂમ, કિટ રૂમ, હોલ ઑફ ફેમ, એડવાન્સ બ્રોડકાસ્ટિંગ ફેસિલિટી, 4 એથ્લેટિક્સ ટ્રેક સહિતની સુવિધાઓથી આ સેન્ટર સજ્જ છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી સાથે BCCIના ચેરમેન રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ.