23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મમેકર વાસુ ભગનાની તેમના સ્ટાફના પેમેન્ટને અટકાવવાના કારણે ચર્ચામાં છે. તેમની પ્રોડક્શન ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેમની સામે 7 કરોડ 30 લાખ રૂપિયાનું પેમેન્ટ રોકવાની ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં જ તેની વહુ રકુલ પ્રીત સિંહ IIFA એવોર્ડમાં જોવા મળી હતી. જ્યારે તેને તેના સાસરિયા સાથે જોડાયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તે જવાબ આપ્યા વિના જ જતી રહી હતી.
રકુલે IIFA એવોર્ડ 2024માં મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રકુલે તેની આગામી ફિલ્મો વિશે વાત કરી અને કહ્યું કે, તે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જ્યારે તેણીને તેના સસરા વાસુ ભગનાનીના પેમેન્ટ વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ જવાબ આપ્યા વગર ‘સોરી’ કહી ત્યાંથી ચાલતી પકડી હતી.
રકુલ પ્રીત સિંહે 21 ફેબ્રુઆરી 2024ના રોજ એક્ટર અને પ્રોડ્યુસર જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા. જેકી ભગનાનીના પિતા વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટ પર આરોપ છે કે, પ્રોડક્શને ઘણા મહિનાઓથી સ્ટાફના પેમેન્ટની ચૂકવણી અટકાવી દીધી છે.
મેકર વાસુ ભગનાની ઘણા સમયથી વિવાદોમાં છે. તાજેતરમાં જ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે ખુલાસો કર્યો હતો કે, પૂજા એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરના 7.3 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે. તેની તપાસમાં ભાસ્કરને જાણવા મળ્યું હતું કે, અલીએ ડાયરેક્ટર એસોસિએશનમાં વાસુ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.
અલીએ વાસુના બેનર પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠળ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું દિગ્દર્શન કર્યું હતું, જેના માટે તેને હજુ સુધી પેમેન્ટ મળ્યું નથી.
વાસુ ભગનાનીએ ડિરેક્ટર પર ફંડનો દુરુપયોગ કરવાનો લગાવ્યો આરોપ
વિવાદ વધતાં વાસુ ભગનાનીએ નિર્દેશક અલી પર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ દરમિયાન અબુ ધાબી સત્તાવાળાઓ પાસેથી મળેલી સબસિડી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વાસુ આ મામલે અલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પણ ગયો હતો પરંતુ તેની FIR નોંધાઈ ન હતી.
વાસુએ 1995માં પોતાની પત્ની પૂજા ભગનાનીના નામે પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટની શરૂઆત કરી હતી
વાસુ ભગનાનીએ નેટફ્લિક્સ સામે પણ નોંધાવી ફરિયાદ
તાજેતરમાં વાસુ ભગનાનીએ OTT પ્લેટફોર્મ Netflix સામે પણ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે આરોપ મૂક્યો છે કે તેની 3 ફિલ્મો OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે, પરંતુ Netflix એ હજુ સુધી OTT અધિકારોના 47.37 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. વાસુ ભગનાનીની ફરિયાદમાં લોસ ગેટોસ પ્રોડક્શન સર્વિસ ઈન્ડિયાનું નામ પણ છે, જે નેટફ્લિક્સની ભારતીય સામગ્રીનું સંચાલન કરે છે. આ ઉપરાંત ઝૂ ડિજિટલ સહિત 10 અધિકારીઓના નામ પણ ફરિયાદમાં સામેલ છે.