22 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયા છે. આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. દિવ્ય ભાસ્કરના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, 60 વર્ષીય અભિનેતા ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસ ફાયરિંગને કારણે ગોળી વાગી હતી. જો કે, ગોવિંદા બંદૂકનો ભોગ બનનાર પ્રથમ અભિનેતા નથી. બિગ બીથી લઈને જ્હોન અબ્રાહમ સુધી અભિનેતા બંદૂકથી ઇજાનો શિકાર બન્યા છે.
અમિતાભ બચ્ચન તો માંડ-માંડ બચ્યા હતા!
અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી એક ઘટના છે. શોલેના શૂટિંગ દરમિયાન તેમને સાચી ગોળી વાગતા-વાગતા બચી ગઈ હતી. ફિલ્મમાં એક સીન હતો જેમાં વીરુએ બસંતીને બચાવવાની હતી. આ દ્રશ્ય રિયલ લાગે તે માટે, સાચી ગોળીનો ઉપયોગ થયો હતો.
શોલેના શૂટિંગ દરમિયાન તેમને સાચી ગોળી વાગતા-વાગતા બચી ગઈ
પરંતુ ઘણી વખત રિટેક કરવા છતાં, ધર્મેન્દ્ર એટલે કે વીરુ ગોળીઓનું બોક્સ ખોલી શક્યો ન હતો. દ્રશ્ય એવું હતું કે, વીરુએ બંદૂકની ગોળીઓ પોતાના ખિસ્સામાં રાખવાની હતી, પરંતુ તેણે આ ગોળીઓ બંદૂકમાં લોડ કરી અને ફાયરિંગ કર્યું. આ જોઈને સેટ પર હાજર દરેક લોકો ડરી ગયા. આમાંથી એક ગોળી અમિતાભ બચ્ચનની ખૂબ નજીકથી પસાર થઈ હતી. તે માંડ માંડ બચ્યા હતા.
કેટરીના કૈફને થઈ હતી ગંભીર ઇજા
કેટરીના અને ઈમરાન ખાન સ્ટારર ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં એક સીન હતો, જેમાં કેટરિનાની આસપાસ ઘણી બંદૂકો હતી. શૂટિંગ દરમિયાન કેટરિનાને ભૂલથી બંદૂકના બટથી ઈજા પહોંચી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે, કેટરીનાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જોકે, સેટ પર પ્રાથમિક સારવાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
શૂટિંગ દરમિયાન કેટરિનાને ભૂલથી બંદૂકના બટથી ઈજા પહોંચી હતી
જ્હોન અબ્રાહમને વાગી હતી ‘બ્લેન્ક’ ગોળી
બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની ફિટનેસના લોકો દીવાના છે. એક વખત જ્હોન અબ્રાહમને ‘બ્લેન્ક’ ગોળી વાગી હતી. રિયલ બુલેટની અસર આપવા માટે આ બુલેટનો ઉપયોગ ફિલ્મોમાં કરવામાં આવે છે. ગેંગસ્ટર માન્યા સુર્વે પર આધારિત ફિલ્મમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં હતો. આ દરમિયાન એક ‘બ્લેન્ક’ રાઉન્ડ વાગ્યો જેના કારણે તે ઘાયલ થયો હતો.
ગેંગસ્ટર માન્યા સુર્વે પર આધારિત ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ઘાયલ થયો હતો