અમદાવાદ, મંગળવાર
ઓઢવમાં રહેતો યુવક નિકોલમાં મકાનમાં કામ કરતો હતો આ સમયે ગ્રાઇન્ડીગ મશીનમાં કરંટ પાસ થતાં યુવકને શરીરે કરંટ લાગ્યો હતો. જેથી તેને તુરંત સિંગરવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગંભીર હાલતમાં સિંગરવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન મોત
ઓઢવમાં રિંગ રોડ ઉપર મારુતિનગર પાસે રહેતો 19 વર્ષનો યુવક નિકોલમાં હુડકો ઇન્દીરા વસાહત પાછળ ઉમાનગરમાં મકાનમાં ગ્રાઇન્ડીગ મશીનથી કામ કરતો હતો.
ત્યારે તા.૨૯ના રોજ બપોરે ચાર વાગે અચાનક મશીનમાં કરંટ પાસ થતાં યુવકને શરીરે કરંટ લાગ્યો હતો. જેથી તેને તુરંત સિંગરવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે નિકોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.