- Gujarati News
- Business
- SEBI Hikes F&O Lot Size To Rs 15 20 Lakh To Curb Speculative Trading, Volume May Drop
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
- ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોમાં સુધારા ઉપરાંત સેબીના બોર્ડે કુલ 17 પ્રસ્તાવને મંજૂરી આપી
સટ્ટાકીય ટ્રેડિંગને રોકવા માટે સેબીએ લઘુત્તમ કોન્ટ્રાક્ટ સાઇઝમાં વધારો કરીને- વિકલ્પ પ્રીમિયમના અપફ્રન્ટ કલેક્શનને ફરજિયાત કરીને ઇક્વિટી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે એક કડક માળખું મૂક્યું છે. અન્ય પગલાંમાં પોઝિશન લિમિટનું ઇન્ટ્રા-ડે મોનિટરિંગ, એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ બેનિફિટ દૂર કરવું, સાપ્તાહિક ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝનું તર્કસંગતીકરણ અને ટેલ રિસ્ક કવરેજમાં વધારોનો સમાવેશ થાય છે.
રોકાણકારોનું રક્ષણ કરવા અને બજારની સ્થિરતા જાળવવાના હેતુથી, ખાસ કરીને એક્સપાયરી ડે પર ઈન્ડેક્સ ઓપ્શન્સ ટ્રેડિંગના ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં આ પગલાં 20 નવેમ્બરથી તબક્કાવાર રીતે અસરકારક બનશે એમ સેબીએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું.
સેબીના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે F&O સેગમેન્ટમાં 1 કરોડથી વધુ વ્યક્તિગત વેપારીઓમાંથી 93 ટકાએ FY22 અને FY24 વચ્ચે સરેરાશ રૂ.2 લાખ (ટ્રાન્ઝેક્શન ખર્ચ સહિત) ગુમાવ્યા છે. આ સમયમાં ટ્રેડર્સની કુલ ખોટ રૂ. 1.8 લાખ કરોડને વટાવી ગઈ છે. સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે લઘુત્તમ કોન્ટ્રાક્ટનું કદ રૂ. 5-10 લાખથી વધારીને રૂ. 15-20 લાખ કર્યું છે, જે છેલ્લે 2015માં સેટ કરવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય બજારની વૃદ્ધિ સાથે વધુ સારી રીતે ગોઠવણી કરવાનો હતો.
એવું નક્કી કરવામાં આવ્યું છે કે ડેરિવેટિવ કોન્ટ્રેક્ટની માર્કેટમાં રજૂઆત સમયે તેનું મૂલ્ય રૂ. 15 લાખથી ઓછું ન હોવું જોઈએ. ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝના તર્કસંગતકરણ પર સટ્ટાકીય ટ્રેડિંગને રોકવા માટે એક્સચેન્જો માત્ર એક બેન્ચમાર્ક ઇન્ડેક્સ માટે સાપ્તાહિક એક્સપાયરી ડેરિવેટિવ્ઝ ઓફર કરી શકે છે.માર્કેટ નિયામક સેબીના બોર્ડે મ્યુ. ફંડ -પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ વચ્ચેના અંતરને ઘટાડવા હાઇ રિસ્ક પ્રોફાઇલ રોકાણકારો માટે નવી એસેટ ક્લાસની રજૂઆત કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવા ઉપરાંત પેસિવ સ્કીમ માટે MF લાઇટ ફ્રેમવર્કની પણ મંજૂરી આપી છે.
સેબીના બોર્ડે સંબંધિત વ્યક્તિ અને તેના સંબંધીઓની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવા માટે ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોમાં સુધારા ઉપરાંત રોકાણ સલાહકારો તેમજ રિસર્ચ એનાલિસ્ટ માટેની પાત્રતા માટેના માપદંડો તેમજ અનુપાલનની જરૂરિયાતમાં પણ કેટલીક છૂટછાટ સહિત કુલ 17 પ્રસ્તાવને મંજૂરી આપી છે. યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ અને કોંગ્રેસે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ વિરુદ્ધ લગાડેલા આરોપો બાદ આ પહેલી બોર્ડ બેઠક યોજાઇ હતી.
હિંડનબર્ગે બુચ અને તેમના પતિ પર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અદાણી દ્વારા સંચાલિત ઑફશોર ફંડ્સમાં રોકાણ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
ઓપ્શન બાયર્સે સંપૂર્ણ પ્રીમિયમ અપફ્રન્ટ ચૂકવવું પડશે સેબીએ જણાવ્યું હતું કે વધુ પડતા લિવરેજને ટાળવા માટે ઓપ્શન બાયર્સે સંપૂર્ણ પ્રીમિયમ અપફ્રન્ટ ચૂકવવું પડશે, ઉપરાંત વિવિધ એક્સપાયરીઓમાં ઓફસેટિંગ પોઝિશનનો લાભ 1 ફેબ્રુઆરીથી એક્સપાયરીના દિવસે મંજૂરી આપવામાં આવશે નહીં. રોકાણકારોની સલામતી વધારવા માટે ટૂંક સમયમાં ફ્યૂચર્સ એન્ડ ઑપ્શન સેગમેન્ટ અંગે પગલાં લેશે તેવી શક્યતા છે.