- Gujarati News
- National
- 2000 Crore Drugs Seized From Delhi Police Arrested 4 People With 560 KG Of Cocaine In A Raid In South Delhi
2 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી પોલીસે ડ્રગ્સનું જંગી કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેન રિકવર કર્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો.
આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે. પોલીસ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છીએ.
દિલ્હી પોલીસનું સૌથી મોટું ઓપરેશન
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં આ અત્યારસુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. પોલીસ એને મોટી સફળતા માની રહી છે. અત્યારસુધીમાં પહેલી વખત 2,000 કરોડ રૂપિયાના મૂલ્યનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ રિપોર્ટ અનુસાર, આ સપ્લાય પાછળ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહી છે. અત્યારસુધીમાં દિલ્હીમાંથી પહેલી વખત આટલી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલું કોકેન હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવતું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓ આંધ્રપ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાય વિરુદ્ધ લડવાનો છે.
30મી સપ્ટેમ્બરે 228 કિલો ગાંજો જપ્ત કર્યો
દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ-માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતાં 1.14 કરોડ રૂપિયાના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી.
પોલીસની સ્પેશિયલ ટીમ સાથે 4 આરોપી.
ઝડપાયેલું ડ્રગ્સ.