- Gujarati News
- Entertainment
- The Action Of 73 year old Rajinikanth, Who Will Clash With 81 year old Amitabh, Both Superstars Are Seen In The Video.
2 કલાક પેહલા
- કૉપી લિંક
રજનીકાંતની નવી ફિલ્મ ‘વેટ્ટૈયન’નું દમદાર ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 39 સેકન્ડના વીડિયોમાં ઘણું સસ્પેન્સ, થ્રિલર અને એક્શન છે. 33 વર્ષ પછી બિગ બી અને રજનીકાંત સ્ક્રીન પર સામસામે છે. જાણો ક્યારે, ક્યાં અને કેટલી ભાષાઓમાં રિલીઝ થશે
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલમાં એટલે કે એક્શન અવતારમાં ગુંડાઓ સામે લડતા જોવા મળ્યા હતા. તેમનો એ જ જૂનો કરિશ્મા અને લાર્જર ધેન લાઈફ ઈમેજ. અમિતાભ બચ્ચન ફરી એકવાર ન્યાય માટે નીકળી પડ્યા છે, પરંતુ કોણ જીતશે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
‘વેટ્ટૈયન’ ક્યારે અને ક્યાં રિલીઝ થશે? આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. તમે આ ફિલ્મ 10 ઓક્ટોબર, 2024 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં જોઈ શકશો.
33 વર્ષ પહેલા સાથે કામ કર્યું હતું અમિતાભ અને રજનીકાંતે છેલ્લે 1991માં સાથે કામ કર્યું હતું. તે ફિલ્મનું નામ ‘હમ’ હતું, જેનું નિર્દેશન મુકુલ આનંદે કર્યું હતું. ‘વેટ્ટૈયન’ ની વાત કરીએ તો તેનું નિર્દેશન ટીજે જ્ઞાનવેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફહાદ ફાઝીલ અને રાણા દગ્ગુબાતીએ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય મંજુ વૉરિયર, રિતિકા સિંહ, દુશારા વિજયન અને અભિરામી પણ છે. અમિતાભની આ પહેલી તમિલ ફિલ્મ છે.
અમિતાભ અને રજનીકાંતની આગામી ફિલ્મો ‘વેટ્ટાઇયાં’ સિવાય અમિતાભ બચ્ચન ‘આંખ મિચોલી 2’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે સિક્કુ સિંહના રોલમાં જોવા મળશે. રજનીકાંતની વાત કરીએ તો તે વર્ષ 2025માં રિલીઝ થનારી કુલીમાં જોવા મળશે.