થાણે પોલીસના ખંડણી વિરોધી સેલે બુધવારે ઉલ્હાસનગરમાં દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને એક લોજ પર દરોડા પાડીને થાઈલેન્ડવાસી 15 મહિલાઓને ઉગારી લીધી હતી. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શેખર બાગડેએ જણાવ્યું હતું કે, બુધવારે વહેલી સવારે દરોડા દરમિયાન પા
.
તેમાં થાઈલેન્ડની 15 મહિલાઓ મળી આવી હતી. તેમનો છુટકારો કર્યો હતો, જ્યારે લોજ મેનેજર કુલદીપ ઉર્ફે પંકજ દેવરાજ સિંહ (37) અને ચાર કર્મચારીઓની ભારતીય ન્યાય સંહિતા અને અનૈતિક ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ લાખથી વધુની રોકડ પણ જપ્ત કરાઈ છે. મંગળવારે મોડી રાત્રે, અધિકારીઓએ ગોપનીય માહિતી પર કાર્યવાહી કરી અને રેકેટનો પર્દાફાશ કરવા માટે નકલી ગ્રાહકને મોકલ્યો હતો. એ પછી સિતારા લોજિંગ અને બોર્ડિંગ પર દરોડા દરમિયાન, 15 થાઈ મહિલાઓને ઉગારી લેવામાં આવી હતી. તેમને તાત્કાલિક તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી અને સહાયક સંસ્થાઓની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. આ સમયે 5,27,000 રૂપિયા રોકડ, ક્લાયન્ટ રેકોર્ડ લેજર, મોબાઈલ ફોન અને અન્ય સંબંધિત દસ્તાવેજો સહિત પુરાવાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો હતો. આ વેશ્યાવૃત્તિ રિંગમાં સંડોવાયેલા વધારાના શકમંદોને ઓળખવા અને પકડવા માટે તપાસ ચાલુ છે.