- Gujarati News
- Business
- Under 30s Dominate Indian Stock Market, Age appropriate Investor Participation Declines: NSE
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- શેરમાર્કેટમાં યુવા રોકાણકારોની ભાગીદારી વધીને 40 ટકાથી વધુ પહોંચી
ભારતીય સ્ટોક માર્કેટમાં હવે 30 વર્ષથી ઓછી ઉંમરના યુવા રોકાણકારોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. ડેટા અનુસાર દેશના શેરમાર્કેટમાં યુવા રોકાણકારોની સંખ્યા ઝડપી ગતિએ વધી છે. માર્ચ 2018 થી ઓગસ્ટ 2024 દરમિયાન 30 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે. માર્ચ, 2018 દરમિયાન યુવા રોકાણકારોનો હિસ્સો માત્ર 22.9% હતો.
જો કે, ઓગસ્ટ 2024 સુધીમાં તેમનો હિસ્સો નોંધપાત્ર રીતે વધીને 40% સુધી પહોંચ્યો છે, જે શેરમાર્કેટમાં યુવા રોકાણકારોની વધતી ભાગીદારી દર્શાવે છે. NSE અનુસાર એક તરફ જ્યાં યુવા રોકાણકારોની ભાગીદારી વધી રહી છે ત્યારે બીજી તરફ શેરમાર્કેટમાં અન્ય વયજૂથના લોકોની ભાગીદારીમાં સ્થિરતા અથવા ઘટાડા તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
માર્ચ 2018 થી ઓગસ્ટ 2024 દરમિયાન 30-39 અને 40-49ની વયજૂથના રોકાણકારોનો માર્કેટમાં હિસ્સો લગભગ સ્થિર રહ્યો છે, જેમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે તેનાથી વિપરીત શેરમાર્કેટમાં મોટી વયના લોકોની ભાગીદારીમાં ઘટાડો નોંધાયો છે.
ડેટા અનુસાર 50-59 વર્ષ અને 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોની શેરમાર્કેટમાં હાજરી ઘટી રહી છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ વયજૂથના રોકાણકારોનો હિસ્સો માર્ચ 2018ના 12.7%થી ઘટીને ઓગસ્ટ 2024 દરમિયાન માત્ર 7.2% રહ્યો છે. શેરમાર્કેટમાં ભાગીદારીના વયજૂથના આ ફેરફારને કારણે રજિસ્ટર્ડ રોકાણકારોની પ્રોફાઇલને પણ અસર થઇ છે.
ભારતીય કંપનીઓનો મજબૂત ગ્રોથ જોતા નાણાવર્ષ 2025ના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન મજબૂત સ્પોન્સર્સ તેમજ અંદાજ કરતાં ઓછા દેવાને કારણે 38% ઇન્ફ્રાસ્ટ્રક્ચર-તેને સંબંધિત સેક્ટર્સના રેટિંગને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. નાણાવર્ષ 2025માં મજબૂત બેલેન્સ શીટ્સ. વ્યાજદરોમાં ઘટાડાની સંભાવના તેમજ ક્ષણતામાં વિસ્તરણ જેવા પરિબળોને કારણે પ્રાઇવેટ સેક્ટરના મૂડીખર્ચમાં 10-12% સુધીનો વધારો થાય તેવી સંભાવના છે.
રોકાણકારોની સરેરાશ ઉંમર ઘટીને 32 વર્ષ નોંધાઇ જે 2018માં 38 વર્ષની હતી NSEના ડેટા અનુસાર, રોકાણકારોની સરેરાશ ઉંમર, જે માર્ચ 2018માં 38 વર્ષની હતી, તે માર્ચ 2024 સુધીમાં ઘટીને 32 વર્ષ થઈ ગઈ છે. એ જ રીતે, રોકાણકારોની સરેરાશ ઉંમર પણ ઘટી છે, જે માર્ચ 2018માં 41.2 વર્ષથી ઘટીને ઓગસ્ટ 2024 સુધીમાં 35.8 વર્ષ થઈ ગઈ છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે યુવાવર્ગમાં શેરમાર્કેટમાં રોકાણ માટેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે જ્યારે ઉંમરલાયક લોકો તેમની ભાગીદારી ઘટાડી રહ્યા છે.
ગિફ્ટ નિફ્ટીનું સપ્ટેમ્બર માસમાં $100.7 અબજનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું ભારતીય શેરબજારની વૃદ્ધિગાથાનું નવું માપદંડ બનેલા GIFT નિફ્ટીએ 30 સપ્ટેમ્બર 2024ના રોજ 100.7 અબજ ડૉલરના ટર્નઓવરનું નવું સીમાચિહ્ન હાંસલ કરીને અત્યાર સુધીના સર્વોચ્ચ માસિક ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાવ્યો છે. ગિફ્ટ નિફ્ટી પર 3 જુલાઈ 2023ના રોજ NSE IX પર ટ્રેડિંગ શરૂં થયું ત્યારથી તેનું ટર્નઓવર ઝડપી વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ગિફ્ટ નિફ્ટીએ 1.18 ટ્રિલિયન ડૉલરના 27.11 મિલિયન સોદા પાર પાડ્યા છે.