1 દિવસ પેહલા
- કૉપી લિંક
ટેરો કાર્ડ રીડર પ્રણિતા દેશમુખ પાસેથી જાણો વૃષભ રાશિના લોકો માટે નવું વર્ષ 2024 કેવું રહેશે
વૃષભ : SIX OF WANDS, THREE OF SWORDS, SIX OF SWORDS
આ રાશિના જાતકોએ આ વર્ષે સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે, આ વર્ષે તમને ઘણું કામ મળશે અને બધાં કામ સમયસર પૂરાં પણ કરવાં પડશે. વધુ પડતી પ્રતિબદ્ધતા આપવાથી તમારું કામ સમયસર પૂરું નહીં થાય. જેના કારણે લોકો તમારાથી નારાજ થઇ શકે છે. આ વર્ષે પ્રવાસની તકો મળશે. મોટાભાગના પ્રવાસો મિત્રો સાથે થશે. નવા લોકો સાથે આ વર્ષે મુલાકાત થશે. જેના કારણે આવકનો નવો સ્રોત મળી શકે છે. અપરિણીત લોકો નવા લોકોની સાથે મુલાકાત બાદ જીવનસાથી શોધી શકે છે. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પરિવાર સાથે ચોક્કસ ચર્ચા કરો.
જૂન પછી આર્થિક નુકસાન થઈ શકે છે. જો તમે સાવચેત રહેશો તો નુકસાનથી બચી શકો છો. આ સમય દરમિયાન તમને નેતૃત્વ કરવાની તક મળી શકે છે. આ રાશિના કેટલાક લોકો રાજનીતિમાં પણ સક્રિય થઈ શકે છે, પરંતુ જો તમે રાજનીતિ માટે તૈયાર ન હો તો અત્યારે આ નિર્ણય લેવાની ભૂલ ન કરો. પરિવાર સાથે સંબંધો સુધારવાના પ્રયાસ કરવા પડશે. વાતચીતથી નવા લોકો સાથે પરિચય વધશે, પરંતુ તમારી અંગત માહિતી કોઈને આપવાની જરૂર નથી. ઉપરાંત તમારે તમારી સંગતની ખાસ કાળજી રાખવી પડશે. ખોટી સંગતને કારણે તમારી સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.
કરિયર
તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે, આ સાથે જ નેતૃત્વ કરવાની તક મળી શકે છે. અન્યના પ્રભાવમાં આવીને કરિયર સંબંધિત કોઈપણ નિર્ણય લેવાની ભૂલ ન કરો. તમારી લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લો. કોઈ મોટા નિર્ણયોને કારણે જે કોઈ જોખમ થાય તે અંગેનું પણ ધ્યાનમાં રાખો.
વેપારી માટે આ વર્ષ લાભદાયક છે. રોકાણથી તમને લાભ મળી શકે છે. આ પૈસા ડબલ કરવાની તક હોઈ શકે છે, પરંતુ કોઈ જોખમ ન લો.
લવ
વર્ષની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ માર્ચથી સમય તમારા પક્ષમાં રહેશે. માર્ચ પછી તમે સંબંધોને લગતા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકશો. કેટલાક લોકોને તેમના લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. ઓગસ્ટ પછી લગ્ન સંબંધી અવરોધો દૂર થઈ શકે છે. સંબંધ સંબંધિત ચિંતાઓ દૂર થશે. પરંતુ આ વર્ષે કમિટમેન્ટ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરિવારના દબાણમાં આવીને લગ્ન કરવાથી બચો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
હેલ્થ
જો દાંતને લગતી કોઈ બીમારી કે સમસ્યા હોય તો તેમને અવગણશો નહીં, દાંતની સમસ્યા વધી શકે છે. લોહીની ઊણપ હોઈ શકે છે. જો તમને હૃદય સંબંધિત કોઈ બીમારી છે તો તમારા ડાયટનું ધ્યાન રાખો, નહીંતર આ રોગ વધી શકે છે.
લકી કલર : વાદળી
લકી નંબર : 2