આજથી શરૂ થયેલી નવરાત્રિના તહેવારને લઈને વિશાળ જનમેદની ભેગી થતા વડોદરા શહેરના યુનાઇટેડ-વે, લક્ષ્મીવિલાસ પેલેસ, નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડ-ભાડવાળી જગ્યાઓએ આવતા નાગરીકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ક્વીક રીસ્પોન
.
ગરબા ગ્રાઉન્ડમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આજથી શરૂ થયેલ નવરાત્રિ તહેવાર અનુસંધાને લોકોની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ મોલ, શોપીંગ સેન્ટરો, બાગ-બગીચાઓ, હોસ્પીટલો, સિનેમાઘરોમાં તથા નાના-મોટા ગરબા ગ્રાઉન્ડોમા આવતા લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરીટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સુચનાઓ આપવામાં આવી છે, જેના અનુસંધાને આજરોજ SOGના પીઆઈ એસ.ડી. રાતડાએ વડોદરા શહેરમાં આવેલ યુનાઇટેડ-વે, લક્ષ્મીવિલાસ પેલેસ, નવલખી ગરબા ગ્રાઉન્ડ ઉપર વડોદરા શહેરના જુદી-જુદી જગ્યાઓએથી ગરબા રમવા માટે આવતા નાગરીકો સાથે કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે SOGના પોલીસ અધિકારી/કર્મચારી, બોમ્બ સ્કોડ, કવીક રીસ્પોન્સ ટીમ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને ગરબા ગ્રાઉન્ડમાં તથા આજુબાજુ પાર્કિંગ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓ તથા ખાણી-પીણાની દુકાનો વિગેરે જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી આ ઉપરાંત પ્રવેશ દ્વારા ઉપર લોકોના સ્કેનિગથી લઇને આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી સારૂ રાખવામાં આવેલ સિકયુરીટીને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી કે ગુનાહિત ગતિવિધી જોવા મળી ન હતી.
સિકયુરીટીને જરૂરી સુચનાઓ આપવામાં આવી આજથી શરૂ થયેલ નવરાત્રિના દિવસોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી ઉજવાતા આ તહેવારને માનવા બહારના શહેરો અને ગામથી આવતા નાગરીકોની સુરક્ષાને વધુ ગંભરતાથી લઈ વડોદરા શહેર એસ.ઓ.જી. ધ્વારા અગમચેતીના ભાગરૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિકયુરીટીના કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.