અમદાવાદમાં સાબરમતી જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ પ્રજાપતી બપોરના સમયે મધ્યસ્થ જેલ હસ્તકની ગોળી બાર ટેકરા તરીકે ઓળખી રાણીપ ખાતે આવેલી સરકારી ખુલ્લી જમીનમાં ચોમાસા દરમિયાન ઉગી નીકળેલ જાડી જાખડા દૂર કરવાની કામગીરી કરાવી રહ્યા હતા. આ દરમિયાન કસ્
.
60 હજાર રૂપિયાની ચોરી મામલે પોલીસે તપાસ શરૂ કરી ગાંધીનગરમાં રહેતા બંટી ગુરનાણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 28 સપ્ટેમ્બરના રોજ તેઓ રાતના સમયે તેમની પત્ની સાથે એમ.જી હેક્ટર ગાડી લઈને ચાંદખેડા વિસત હાઈવે પર આવેલા ડી માર્ટ ખાતે ખરીદી કરવા માટે ગયા હતા.ત્યારે રાતના સુમારે ડી માર્ટની બહાર તેમણે ગાડી પાર્ક કરી હતી. જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે લોક ખોલીને જોતો ડ્રાઇવર સીટની પાછળનો કાચ તૂટેલો હતો અને પાછળની સીટમાં મુકેલો કાળા કલરનું બેગ ગાયબ હતું. બેગમાં 60 હજાર રૂપિયા રોકડા,ઓફિસના ડોક્યુમેન્ટ,એટીએમ કાર્ડ, આધાર કાર્ડ,પાનકાર્ડ,લાઇસન્સ સહિતની વસ્તુઓ હતી. જે કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી ગયો હતો. કુલ 60 હજાર રૂપિયાની ચોરી મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રસોડામાં બૂટ કેમ મૂક્યા તેની શંકાના આધારે આરોપી ઝડપાયો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના નાર્કોટીકસ સેલની ટીમને બાતમી મળી હતી કે, લાલદરવાજા પાસે આવેલી બાવા લતીફની ગલીમાં રહેતા અમઝદખાન સિકંદરખાન પઠાણ તેના ઘરે એમડી ડ્રગ્સનો જથ્થો રાખીને વેપાર કરે છે. જેના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડો પાડ્યો હતો. સીઆઈડી ક્રાઈમની ટીમને રસોડાના પ્લેટફોર્મના માળીયા પર ઘણા બધા બૂટ મળી આવ્યા હતા. જેથી રસોડામાં બૂટ કેમ મૂક્યા તેની શંકાના આધારે બૂટની તપાસ કરતા એક બૂટની એડીના ભાગે પ્લાસ્ટિકની કોથળી હતી, જેમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તે ડ્રગ્સનું વજન કરતા 15.35 ગ્રામ મેફેડ્રોન હોવાનું સામે આવ્યું હતુ, જેની બજાર કિંમત દોઢ લાખ રૂપિયા થાય છે. જેના પગલે પોલીસે અમઝદખાન પઠાણની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થા સહિત બે મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂ.2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો જુહાપુરા ખાતે રહેતા સાનુ શેખ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોલીસે સાનુ શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
છ શખસો વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી વટવામાં રહેતા યાસીનમીયા મલેક એએમસીમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે. અને હાલ તેઓ કાંકરિયા વાણિજ્ય ભવન પાસે આવેલ ખાડિયા આરટીએસમાં ફરજ બજાવે છે. ગત 3 ઓક્ટોમ્બરે તેઓ સવારે પોતાની ઓફિસે બેઠા હતા. ત્યારે બે બુકાનીધારી અજાણ્યા શખ્સો હેલ્મેટ પહેરીને તેમની ઓફિસે આવ્યા હતા. જેથી યાસીનમિયાને તેમની પર શંકા જતા તેઓ કંઇ પૂછવા જાય તે પહેલા બંનેએ તેમને માર મારવાનું શરૂ કર્યુ હતુ. બાદમાં બંને શખ્સોએ બેટ અને છરીથી હુમલો કરીને ભાગી ગયા હતા. જેથી યાસીનમિયાએ બૂમાબૂમ કરતા આસપાસના કર્મીઓ આવીને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જેથી તેમને તેમના ત્યાં કામ કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર સર્જરભાઇ રંગરેજ અને સબ્બીરભાઇ, સફ્ફાનભાઇ, જાવેદભાઇ અને અજાણ્યા બે શખ્સો પર શંકા છે. આ અંગે તેમને છ શખ્સો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બોડકદેવ સ્પામાં દેહ વ્યાપાર પકડાયું બોડકદેવ મોર્ય અર્ટીયામાં ધ થાઈ સ્પામાં દેહવ્યાપાર પકડાયુ છે.પોલીસે રેડ કરતા 3 થાઈલેન્ડની યુવતીઓ સહિત ચાર યુવતીઓ મળી આવી હતી.થાઈલેન્ડની યુવતીને રૂ.50 હજાર અને સિક્કિમની યુવતીને મહિને રૂ.20 હજાર પગાર અપાતો હતો.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રોકડ, કાર,લેપટોપ સહિત કુલ રૂ.3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે, બોડકદેવના કલગી એપાર્ટમેન્ટ પાસે આવેલા મોર્ય અર્ટીયામાં દૂકાન 1-2માં ચાલતા ધ થાઈ સ્પામાં સ્પાના નામે દેહવ્યાપાર ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. જેમાં 3 થાઈલેન્ડની યુવતી અને એક સિક્કિમની યુવતી મળી આવી હતી. જેથી પોલીસે ચારેય યુવતીની પૂછપરછ કરતા સ્પાનો સંચાલક મહાવીર અશોક (રહે.સેટેલાઈટ) હોવાનું તથા સિક્કિમની યુવતીને મહિને રૂ.20 હજાર જ્યારે થાઈલેન્ડની યુવતીને મહિને રૂ.50 હજાર પગાર આપતો હતો અને ગ્રાહક સાથે મસાજ ઉપરાંત શારિરીક સબંધ બાંધવા પેટે રૂ.1500 નક્કી કરાતા હતા. જેથી પોલીસે મહાવીર સામે ગુનો નોંધી રોકડ, કાર,લેપટોપ સહિત કુલ રૂ.3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.