મુંબઈ48 મિનિટ પેહલા
- કૉપી લિંક
સામાન્ય ચૂંટણી દરમિયાન ઓછી માંગને કારણે મંદી છતાં કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ માટે ચાલુ નાણાવર્ષના પ્રથમ છ મહિના શાનદાર રહ્યા છે. આ દરમિયાન કંપનીઓને રૂ.2 લાખ કરોડથી વધુના નવા ઓર્ડર મળ્યા છે. એન્જિનિયરિંગ સેક્ટરની ટોપ પાંચ કંપનીઓ લાર્સન એન્ટ ટૂબ્રો, હિન્દુસ્તાન એરોનૉટિક્સ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, કેઇસી ઇન્ટરનેશનલ અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલે સંયુક્તપણે કુલ રૂ.2.04 લાખ કરોડના નવા ઓર્ડર મળવાની માહિતી મળી છે. આ કંપનીઓને ડિફેન્સ, ખાનગી અને સરકારી એનર્જી સેક્ટર, આંતરરાષ્ટ્રીય વેપાર જેવા પ્રમુખ ક્ષેત્રોમાંથી નવા ઓર્ડર મળ્યા છે. આ કંપનીઓને દેશ ઉપરાંત વિદેશથી પણ અનેક કોન્ટ્રાક્ટ મળ્યા છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સને આ વર્ષે રૂ.47 હજાર કરોડનો ઓર્ડર મળવાની શક્યતા સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં એલ એન્ડ ટીને રૂ.47,500 કરોડનો ઓર્ડર મળ્યો હતો. એપ્રિલ-સપ્ટેમ્બરના છ મહિનામાં એલ એન્ડ ટીને કુલ 1.18 લાખ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. BHEL અને HALને બીજા ક્વાર્ટર દરમિયાન અનુક્રમે 27,000 કરોડ અને 26,000 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. નાણાવર્ષ 2025ના પહેલા છ મહિનાની મુદત દરમિયાન BHELને 36,480 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે જે ગત વર્ષની તુલનામાં 9% વધુ છે. HALના મેનેજમેન્ટે આ નાણાવર્ષ દરમિયાન 47,000 કરોડના નવા ઓર્ડર મળવાની અપેક્ષા દર્શાવી છે.
રોકાણમાં વૃદ્ધિ: ઓર્ડર વધવાથી કંપનીઓનો ખર્ચ અને રોકાણ વધશે ઓર્ડર બુકમાં વધારાને કારણે કેટલીક મોટી કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ નવી સુવિધા માટે આ વર્ષે સંયુક્તપણે રૂ.11,500 કરોડથી વધુના રોકાણની યોજના બનાવી રહી છે. સૌથી મોટી ઓર્ડર બુક ધરાવતી એલ એન્ડ ટીએ સેમીકંડક્ટર, ઇલેક્ટ્રોલાઇઝર અને ડેટા સેન્ટરમાં રૂ.4,800 કરોડના રોકાણની યોજના બનાવી છે. જ્યારે કેઇસી ઇન્ટરનેશનલની 350 કરોડ અને કલ્પતરુની અંદાજે 500 કરોડના રોકાણની યોજના છે.