41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનૂનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીએ હાલમાં જ શો છોડી દીધો છે. હવે મેકર્સે ‘સજા સિંદૂર’ ફેમ અભિનેત્રી ખુશી માલીને શોમાં સોનૂની ભૂમિકા ભજવવા માટે સાઈન કરી છે. આ શોમાં ખુશીની એન્ટ્રી 7 ઓક્ટોબરે ટેલિકાસ્ટ થનારા એપિસોડથી થશે.
સોનૂના લુકમાં અભિનેત્રી ખુશી માલીનો એક વીડિયો અને ફોટો સામે આવ્યો છે
ખુશીએ કહ્યું- ‘હું જોડાવા માટે ઉત્સાહિત છું’ આ શોનો ભાગ બનવા પર, મોડલથી અભિનેત્રી બનેલી ખુશીએ કહ્યું, ‘સોનૂની ભૂમિકા ભજવવી ખૂબ જ મજેદાર રહેશે કારણ કે તેમાં ઘણી ખૂબીઓ છે. ઉપરાંત, તારક મહેતાનો ભાગ બનવું મારા માટે ખૂબ જ ખાસ છે. હું મારી ભૂમિકા દ્વારા ચાહકો સાથે જોડાવા માટે ઉત્સાહિત છું.’
ખુશી આ પહેલા પણ કેટલાક ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. હવે તે સોનૂનું પાત્ર ભજવવા માટે ઉત્સાહિત છે
સોનૂના રોલમાં ચોથી વખત એક્ટ્રેસને રિપ્લેસ કરવામાં આવી છે આ સાથે ખુશી શોમાં ચોથી અભિનેત્રી હશે જે સોનૂનું પાત્ર ભજવશે. અગાઉ, આ ભૂમિકા અભિનેત્રી ઝિલ મહેતા (2008-2012), નિધિ ભાનુશાલી (2012-2019) અને પલક સિધવાણી (2019-2024) દ્વારા ભજવવામાં આવી છે.
અસિત કુમાર મોદીએ આપી જાણકારી ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ‘સોનુ ટપ્પુ સેનાનો એક અભિન્ન ભાગ છે અને તેની હાજરી હંમેશા શો માટે સારું જ કર્યું છે.’ અસિત મોદીએ ખુશી માલી વિશે કહ્યું, ‘ખુશીને કાસ્ટ કરવી એ યોગ્ય નિર્ણય છે અને અમે માનીએ છીએ કે, તે આ પાત્રને સંપૂર્ણ રીતે કેપ્ચર કરી રહી છે. અમે ખુશીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને તેને સંપૂર્ણ સપોર્ટ આપીશું કારણ કે તે આ ભૂમિકા ભજવવામાં ખૂબ જ રસ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે, અમારા દર્શકો તેમને એટલો જ પ્રેમ આપશે જે છેલ્લા 16 વર્ષથી શોને અને તેના પાત્રોને મળતો આવ્યો છે.’
ખુશી પહેલા સોનૂની ભૂમિકા અભિનેત્રી ઝિલ મહેતા, નિધિ ભાનુશાલી અને પલક સિધવાણીએ ભજવી છે.
કોણ છે ખુશી માલી? ખુશી એક મોડલ છે અને પછી તેણે અભિનેત્રી તરીકે કરિયરની શરૂઆત કરી. ‘તારક મહેતા’ પહેલાં ખુશી ‘સાઝા સિંદૂર’ નામની એક ટીવી સિરિયલમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે..’
યુઝર્સે કહ્યું- આ શો ઈલાસ્ટીક બની ગયો છે નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર નવી સોનૂને રજૂ કરતો એક વીડિયો શેર કર્યો છે અને તેના માટે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે આ વીડિયોમાં કમેન્ટ કરી કે આ શોનું પતન શરૂ થઈ ગયું છે.
જ્યારે એકે લખ્યું, ‘આ શો ઇલાસ્ટિક (સ્થિતિસ્થાપક)બની ગયો છે, તે ખેંચાઈ રહ્યો છે.’ કેટલાક યુઝર્સે તો શો બંધ કરવાની માગ પણ કરી છે.
યૂઝર્સે સોશિયલ મીડિયા પર શોને લઈને આવી કેટલીક કોમેન્ટ્સ કરી છે.
કાયદાકીય વિવાદ બાદ પલકે શો છોડી દીધો છે નોંધનીય છે કે, પલકે હાલમાં જ કાનૂની વિવાદ બાદ શો છોડી દીધો છે. તેણે 5 વર્ષ સુધી સોનૂ ભીડેની ભૂમિકા ભજવી હતી. પલક પહેલા પણ જેનિફર મિસ્ત્રી અને શૈલેષ લોઢા સહિતના ઘણા કલાકારોએ પોત-પોતાના કારણો દર્શાવીને શો છોડી દીધો છે.
અભિનેત્રી પલક સિધવાનીએ બે દિવસ પહેલા જ શો છોડી દીધો હતો.