70 હજાર કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ જૂની પેન્શન યોજના મુદ્દે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને હવેથી જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.આજે યોજાનાર કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી 70 હજાર કર્મચારીઓને લાભ થશે. ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટ બેઠક આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાશે. નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે પ્રથમ વાર મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.આ સમયગાળાને 22 વર્ષ પૂરાં થતા ગુજરાત સરકાર સફળતા સપ્તાહની ઉજવણી કરી શકે છે. ઉપરાંત દિવાળીને લઈને કર્મચારીઓને એડવાન્સમાં પગારની ચુકવણી તેમજ મોંઘવારી ભથ્થાની જાહેરાત અંગે નિર્ણય લેવાઈ શકે છે. નવરાત્રિ બાદ વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા રાજ્યમાં નવરાત્રિ બાદ વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 16થી 22 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. સાથે જ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાની પણ આશંકા છે. વડોદરામાં યુવતી સાથે ગેંગરેપની ઘટના નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં મોડીરાત્રે ગેંગરેપની ઘટના બની હતી. પીડિતાની ફરીયાદ મુજબ રોડના ડિવાઇડર પર દારૂની મહેફિલ માણી રહેલા પાંચેયમાંથી બે લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. પોલીસે તપાસ કરતા ઘટનાસ્થળેથી દેશી દારૂની અસંખ્ય ખાલી પોટલીઓ મળી આવી છે. દુષ્કર્મની ઘટનાને લઈ કૉંગ્રેસના સરકાર પર પ્રહાર ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાને લઈ ગુજરાત કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કોંગ્રેસે લખ્યું કે, પાકિસ્તાનમાં ગરબા રમવા જવાની વાતો કરનારા ગૃહરાજ્યમંત્રી ગુજરાતમાં દીકરીઓને સુરક્ષા પુરી નથી પાડી શકતા. માતાજીની આરાધનાના પર્વમાં એક બાજુ માતાજીના ગરબા રમાય રહ્યા હતા અને એક બાજુ વડોદરામાં એક દીકરી સાથે દુષ્કર્મ, સાહેબ હવે તો શરમ કરો… તહેવાર ટાણે સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળ સસ્તા અનાજના દુકાનદારો 1લી ઓક્ટોબરથી કમિશન મુદ્દે હડતાળ પર છે. તહેવારો ટાણે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળને પગલે રાશનિંગ ચીજવસ્તુઓનું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશને 97 ટકા ફિંગર પ્રિન્ટને આધારે વેચાણ કરનારને 20 હજાર આપવાની માગ કરી હતી. જે સરકારે ન સ્વીકારતા અસહકાર ચળવળ અંતર્ગત હડતાળ યથાવત રાખાઈ છે. સળગતા અંગારા પર ગરબાની રમઝટ જામનગરના રણજિતનગરમાં છેલ્લાં 73 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળના યુવકો તલવારરાસ અને મશાલરાસ રજૂ કરી સળગતા અંગારા પર ગરબાની રમઝટ બોલાવે છે. નવરાત્રિના નવ દિવસ આ પ્રમાણે જ રાસ રમવામાં આવે છે. આ રાસ નિહાળવા રાત્રે માનવ મહેરામણ ઊમટી પડે છે.
Source link